જો આ સપ્તાહમાં તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ છે તો તમારે લાંબી રાહ જોવી પડી શકે છે. કારણ કે કેટલાક શહેરોમાં અલગ-અલગ રજાઓના કારણે બેંકો ચાર દિવસ બંધ રહેશે. આ અઠવાડિયે 14, 15, 16 અને 17 એપ્રિલે બેંકો બંધ રહેશે. આ રજાઓમાં રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે દરેક રાજ્ય માટે બેંક રજાઓ અલગ-અલગ હોય છે, જોકે કેટલાક દિવસો એવા હોય છે જ્યારે દેશભરમાં બેંકો બંધ હોય છે.
જાણો બેંકો ક્યારે અને શા માટે બંધ રહેશે (બેંક હોલિડે લિસ્ટ એપ્રિલ 2022)
1.] 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ/ મહાવીર જયંતિ/ બૈસાખી/ તમિલ નવું વર્ષ/ ચૈરોબા, બીજુ ઉત્સવ/ બોહર બિહુ – (શિલોંગ અને શિમલા સિવાયના સ્થળોએ બેંકો બંધ).
2.] 15 એપ્રિલ – ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ- (જયપુર, જમ્મુ અને શ્રીનગર સિવાયના સ્થળોએ બેંકો બંધ).
3.] 16 એપ્રિલ – બોહાગ બિહુ- (ગુવાહાટીમાં બેંકો બંધ)
4.] 17મી એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
શું છે RBIની ગાઈડલાઈન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, બેંકિંગ રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં વિશેષ પ્રસંગોની સૂચના પર પણ આધાર રાખે છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં.