ઈન્ટરનેટનો ઉપયોગ કરવો એ યૂઝર્સ માટે ભયજનક બનતું જઈ રહ્યું છે. જો તમે પોતાની તરફથી ઈન્ટરનેટ પર જુદી જુદી વેબસાઈટ પર પોતાની વ્યક્તિગત જાણકારી આપતા હોય, તો ચેતી જજો. કારણ કે તેને હેકર્સ 3500 ડોલર્સમાં ખરીદી લે છે. જો એક ફોટો કે પાસવર્ડની કિંમત 40 પૈસાથી પણ ઓછી છે. એવામાં તમારા બેંક એકાઉન્ટથી લઈને વ્યક્તિગત ફોટો, ક્રેડિટકાર્ડની જાણકારી, સોશિયલ મીડિયા પોસ્ટ કઈં પણ સુરક્ષિત નથી.
ઈન્ટરનેટ પર નામી કંપનીઓની એપ્સ પર પણ તમારી જાણકારી શેર કરવી ઓછી ભયજનક નથી. કેસ્પરસ્કી લેબ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં ઉબેર, નેટફ્લિકસ, સ્પોર્ટફાઈ જેવી મશહૂર એપ્સના સિવાય ગેમિંગ વેબસાઈટ્સ, ડેટિંગ એપ્સ અને અશ્લીલ સામગ્રી પીરસનારી વેબસાઈટ્સ સરળતાથી તમારી તમામ બેંક ડિટેઈલ ચોરી રહી છે. જે વિશે તમને સહેજ ભનક પડતી નથી. તમને સહેજેય ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે.
હેકર્સથી આ યૂઝર્સને સૌથી વધું ભય રહે છે. જો તમને અનેક એકાઉન્ટના પાસવર્ડ એક જ રાખે છે. આ કારણે હેકર્સ એક એકાઉન્ટ હેક કરીને યૂઝરનના અનેક એકાઉન્ટ એક્સેસ કરી શકે છે. આ રીતે હેકર્સની પાસે ચોરી કરવાની તકો વધી જાય છે. હેકર્સ દરેક ફોટો, કોન્ટેક્ટ અને મેસેજ માટે 40 પૈસામાં તમારી જાણકારી ખરીદી લે છે. આખીયે ચુકવણી ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી થાય છે. તો અશ્લીલ ક્લિપ માટે 900 ડોલરથી વધુંની ચુકવણી કરવામાં આવે છે. મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવામાં આવતી એપ્સથી લોકોને સાઈબર સુરક્ષાને ભય ઉભો થયો છે.