એક્સર્સાઇઝ કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. બેન્ચ ડિપ્સ એક્સર્સાઇઝ કરવાથી ટ્રાઈસેપ્સ, ચેસ્ટ અને ખભા મજબૂત બને છે. આ એક્સર્સાઇઝ લોઅર બોડી પર જમા એક્સ્ટ્રા ફેટ અર્થાત ચરબી દૂર કરવા માટે પણ મદદગાર છે. એક બેન્ચથી એક્સર્સાઇઝ સરળતાથી ન કરી શકાય તો 2 બેન્ચનો પણ ઉપયોગ કરી શકાય છે. આ એક્સર્સાઇઝ કરવાથી મસલ્સ મજબૂત બને છે. તેનાથી ચેસ્ટ મસલ્સ અને બોન ડેન્સિટી મજબૂત બને છે. નાની-મોટી શારીરિક ઇજાઓથી બચવા માટે શરીરના સાંધા અને ટિશ્યૂ મજબૂત હોવા આવશ્યક છે. આ એક્સર્સાઇઝ કરવાથી શરીરના સાંધા અને ટિશ્યૂ મજબૂત બને છે. તેથી જલ્દીથી ઇજા થવાની સંભાવના ઘટે છે, મગજમાં એન્ડોર્ફિન્સ નામનાં હોર્મોનનું સ્તર વધે છે, જે તમને ઊર્જાવાન બનાવે છે અને મગજ શાંત રાખે છે. તેનાથી તણાવ દૂર કરવામાં મદદ મળી રહે છે.