સ્માર્ટ ફોન આવ્યા પછી દરેકને જુદું વળગણ લાગ્યું છે. લોકોને હવે પોતાના ફોટા ખેંચવાનું, અલગ અલગ સ્થળે જઈ સેલ્ફી ખેંચવાનું વળગણ લાગેલું છે. આ વળગણ માત્ર જવાનીયાઓને છે એવું નથી, આ વળગણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લાગેલું છે.
સેલ્ફી ખેંચવી કોઈ ખોટું નથી પણ છાશવારે સેલ્ફી ખેચવાથી ઘણા નુકસાન થાય છે. પરંતુ નુકસાન તો એ છે કે સેલ્ફી ખેંચતી વખતે તમને કોઈ સ્થળ અને જગ્યાનું ધ્યાન નથી હોતુ અને સેલ્ફીમાં સારો એંગલ આવે તો એ ફોટા ફેસબુક પર કે સોશિયલ મીડિયામાં મુકીએ છીએ, પરંતુ આ સેલ્ફી લેતાં આપણે જે વાંકાચૂકા અને હાથને અલગ અલગ પોઝીશન આપીએ છીએ જેના કારણે હાથનાં સ્નાયુઓ પર અવળી અસર પડે છે.
સારો એંગલ લેવા માટે આપણે ઘણીવાર જમણોડી હોઈ એ છતાં ડાબા હાથે ફોટો લઇએ છીએ સારો એંગલ બનાવવા માટે શરીરને વધુ વાંકું પણ વાળીએ છીએ. આ બધીવાતો આમ હળવી લાગે છે પરંતુ એ અગલ જતા એક નવા રોગને જન્મ આપે છે. એ છે “સેલ્ફી ડોકસી” આ એકદમ નવા પ્રકારનો રોગ છે પરંતુ પીડા આપવામાં પાવરધો છે.
રોગનું આ નવું નામ સાંભળીને તમે ચોંકી ગયા હશો પરંતુ આવોજ રોગ ભારતના મહાન ક્રિકેટર સચીન તેન્દુલકરને થયો હતો. તેન્દુલકરને હેવીબેટ વાપરવાને કારણે હાથમાં ટેનીસ એલ્બોનો પ્રોબ્લેમ થયો હતો. અલબત, આ રોગ ઘણો પીડાદાયક છે અને ઓપરેશન કરાવ્યા પછી એ સફળ થાય છે પરંતુ ખરેખરતો આ રોગનું નાનું વર્ઝન છે. સેલ્ફી ડોકસી આ રોગમાં ટેનીસ એલ્બો જેવું જોરદાર પેઈન થતું નથી પરંતુ હળવું પેઈન થાય છે. કોણી, શોલ્ડર અને અંગુઠા તથા આંગળીઓના જોઈન્ટમાં આ રોગના કારણે પેઈન થાય છે પરંતુ આ પેઈન શરુઆતમાં સહ્ય હોય છે પણ જો તમારી સેલ્ફી લેવાની આદતમાં સુધારો ન કરો તો આ પેઈન વધતું જાય છે. કોમ્પ્યુટર પર કામ કરવું પેન થી સહી કરવી આ બધું અઘરું થતું જાય છે.
સેલ્ફી ડોક્સીના કારણે ચેક પર સહી કરવી મુશ્કેલ બને છે એટલુજ નહીં લાંબુ લખતી વખતે એની સીધી અસર ખભા પર પડે છે અને ફ્રોજન શોલ્ડરનો રોગ થાય છે. ફ્રોજન શોલ્ડર જો સેલ્ફી ડોક્સીની તિવ્રતા વધી જાય ત્યારે જથાય છે.
સેલ્ફી ડોક્સી થવાની સંભાવના સામાન્ય સેલ્ફી ખેચવાથી નથી થતી પરંતુ તમારા મોબાઈલમાં તમે ૧૮૦ ડીગ્રીના વ્યુ વાળા ફોટા લેવાનો પ્રયાસ કરો અથવા વારંવાર આ પ્રકારના ફોટા ખેંચવાનો પ્રયાસ કરો ત્યારે જ થાય છે.
નવા ઉભરેલા આ રોગે ભારતમાં હવે ધીમે ધીમે માથું ઊંચક્યું છે પણ પરદેશમાં આ રોગનું પ્રમાણ ઘણું ઊંચું છે પરદેશમાં સેલ્ફી ડોક્સી રોગનું પ્રમાણ વધવાની સાથે સેલ્ફી સ્ટીક નું વેચાણ વધી ગયું છે. સેલ્ફી સ્ટીકના કારણે ખભા પર કે કોણી પર અસર થતી નથી. સેલ્ફી ડોક્સી રોગથી બચી શકાય છે પરંતુ જો આપણા દેશમાં વધી રહેલું સેલ્ફી ખેંચવાનું પ્રમાણ ઓછુ નહી થાય તો ૧૦માંથી ૬ જણા સેલ્ફી ડોક્સી નો શિકારબનશે એમાં કોઈ શંકાનેસ્થાન નથી.