મુંબઇઃ HDFC બેન્કના ખાતાધારકો માટે આજે આંચકારૂપ સમાચાર આવ્યા છે. દેશની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ આજે HDFC બેંક પર આજે કડક પ્રતિબંધો લાદયા છે. જેમાં HDFC બેન્કે નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા ઉપર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનો મતલબ એ છે કે, હવે HDFC બેન્ક ગ્રાહકોને હાલ કોઇ નવા ક્રેડિટકાર્ડ ઇશ્યૂ કરી શકશે નહીં.
ઉપરાંત રિઝર્વ બેન્ક HDFC બેંકના તમામ ડિજિટલ વ્યવહારો પર તાત્કાલિક અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા. જો કે આ પ્રતિબંધ કાયમી નથી. તમામ ડિજિટલ વ્યવહારો પર પ્રતિબંધ આવતાં ક્રેડિટ કાર્ડ ધરાવનારા ગ્રાહકો પણ હાલ ક્રેડિટ કાર્ડ વાપરી શકશે નહીં.
ઉલ્લેખિય છે કે, છેલ્લાં બે વર્ષમાં રિઝર્વ બેંકે HDFC બેંક પર આ ત્રીજી વાર પ્રતિબંધ લાદ્યો હતો. એને કારણે HDFC બેંકને આંચકો લાગ્યો હતો. HDFC બેંકના પ્રવક્તાએ કહ્યું કે અમે નવા ક્રેડિટ કાર્ડ પણ આપી શકીએ એમ નથી. અમારા બોર્ડમાં રહેલી ઊણપો દૂર કરીને જવાબદારી વધારવાનો રિઝર્વ બેંકનો આદેશ હતો.
સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે 2 ડિસેમ્બરે આરબીઆઈના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં બેંકની ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, પેમેન્ટ યૂટિલિટૂઝમાં વારંવાર વિક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે. આવું બે વર્ષથી ચાલી રહ્યું છે. 21 નવેમ્બરના રોજ, બેંકની ઇન્ટરનેટ બેંકિંગ અને પેમેન્ટ સિસ્ટમમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક ડેટા સેન્ટરમાં પાવર ફેલને કારણે ખામી સર્જાઇ હતી.
રિઝર્વ બેન્કે આદેશમાં એમ પણ કહ્યું છે કે HDFC બેંકના બોર્ડે આવી ખામીઓની તપાસ કરવી જોઇએ અને જવાબદારી પણ નક્કી કરવી જોઈએ. અમે જે નિયમો અથવા પગલાં લઈએ છીએ તે ફક્ત ત્યારે જ દૂર કરવામાં આવશે જ્યારે તેને બેંક તરફથી સંતુષ્ટી મળશે, એટલે કે, બધી બાબતો બરાબર હશે.