અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડવા બુલેટ ટ્રેન તૈયાર થઇ રહી છે અને તેન પહેલી તસ્વીર સામે આવી છે. આ ફોટો ભારત સ્થિત જાપાની દૂતાવાસે E5 Series Shinkansen જારી કર્યો છે. ફોટોમાં ટ્રેન ઘણી જ સુંદર દેખાઇ રહી છે. લોકો આ તસ્વીર સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી રહ્યા છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને તૈયાર કરવાની સમયસીમા નક્કી કરાઇ છે.
દોડવા માટે તૈયાર પહેલી બુલેટ ટ્રેન
જાપાનની આ બુલેટ ટ્રેનને મોડિફાઇડ કરી મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે વર્ષ 2023-24ની સમયસીમા નક્કી કરી છે. બુલેટ ટ્રેનના 508 કિમી મુંબઇ-અમદાવાદના માર્ગ પર 300 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડવાની અપેક્ષા છે.
માત્ર બે કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચાશે
મુંબઇ- અમદાવાદની વચ્ચે 505 કિમી હાઇસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પાછળ અંદાજ 98000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કોરિડોર પર બુલેટ ટ્રેનની ઉચ્ચત્તમ સ્પીડ 370 કિમી પ્રતિ કલાકની હશે. જેનાથી અમદાવાદ અને મુંબઇ વચ્ચેનો અંતર બે કલાકથી પણ ઓછા સમયમા પૂર્ણ થશે.