ઓલિમ્પિક વિજેતા અને સ્પેનની સ્ટાર બેડમિંટન ખેલાડી કેરોલિના મારિને રવિવારે તાઇવાનની તાઈ ઝૂ યિંગને હરાવીને ચાઇના ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. મારિને ફાઇનલમાં ભારે સંઘર્ષથી યિંગને 14-21, 21-18, 21-18થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
આ અગાઉ શનિવારે યોજાયેલી સેમિફાઇનલમાં હાલના ઓલિમ્પિક વિજેતા મારિને જાપાનની સયાકા તાકાહાશી સામે જીતવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. 72 મિનિટ સુધી ચાલેલી મેચમાં, મારિને 20-22 21-13 21-18થી જીતી લીધી.
બંને ખેલાડીઓ વચ્ચેનો આ રોમાંચક ફાઇનલ કુલ એક કલાક અને પાંચ મિનિટ સુધી રમાઇ હતી. ઈજાના કારણે મારિન વર્લ્ડ ચેમ્પિયનશીપથી પરત ફરી હતી. તેણીએ ફાઇનલની શરૂઆત સારી નહોતી કરી અને તે પ્રથમ ગેમની શરૂઆતથી જ પાછળ રહી ગઈ. તે બ્રેક પર 8-11થી પાછળ રહી ગઈ અને પ્રથમ ગેમ ગુમાવી પડી હતી.
જો કે, બીજી ગેમમાં મારિને જબરદસ્ત પુનરાગમન કર્યું અને મેચ જીતવા માટે ગેમ બરાબરી કરી લીધી. મારિને પણ નિર્ણાયક રમતમાં સારુ પ્રદર્શન કર્યું હતું.