વાયરસનું મોઢાથી ફેફસા સુધી પહોંચવાનું જોખમ ઓછું કરવામાં મોઢાની સફાઈ જેવા સાધારણ ઉપાય ખુબ મદદગાર સાબિત થઇ શકે છે. એક અભ્યાનમાં આ વાત સામે આવી છે. જર્નલ ઓફ ઓરલ મેડિસિન એન્ડ ડેન્ટલ રિસર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, આ વાતના સાક્ષ્ય મળ્યા છે કે મોં સાફ કરવા માટે વ્યપક રૂપથી માઉથવોશ કોવિડ-19 માટે જવાબદાર SARS-CoV-2ને નિષ્ક્રિય કરવામાં ખુબ પ્રભાવી છે. રિસર્ચ દરમિયાન સંશોધનકર્તાએ જાણ્યું કે કોરોના વાયરસ લાર દ્વારા લોકોના ફેફસામાં જઈ શકે છે. વિશેષ રીતે વ્યક્તિ જો મસૂડાના રોગથી પીડિત છે, તો એમાં વાયરસ મોઢામાંથી સીધો લોહીના પ્રવાહમાં પહોંચી જાય છે. સંશોધનકર્તા મુજબ, ઉપલબ્ધ સાક્ષ્યોથી જાણવા મળે છે કે ફેફસામાં રક્તવાહિન શરૂમાં કોવિડ-19 ફેફસાની બીમારી પર પ્રભાવી થાય છે અને લારમાં વાયરસની ઉચ્ચ સાંદ્રતા હોય છે. દાંતની આજુબાજુ ઉત્તકોમાં સોજાથી મોતનું જોખમ વધી જાય છે. માટે દાંત અને સફાઈ પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દાંત પર જમા ગંડકી અને મસૂડાઓની આજુબાજુ ઉત્તકોમાં સોજો SARS-CoV-2 વાયરસને ફેફસામાં પહોંચવા અને વધુ ગંભીર સંક્રમણ કરવાની આશંકાને વધારી દે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મોઢાની સફાઈ એક પ્રભાવી જીવન રક્ષક ઉપાય હોઈ શકે છે. દાંત અને મોઢાંની સફાઈથી જોડાયેલ સરળ પરંતુ પ્રભાવી ઉપાય અપનાવી લોકો કોરોનાથી વધતા જોખમને ઓછું કરી શકે છે. બ્રિટનની બર્મિંગમ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને આ અધ્યયનના સહ લેખક ઇયાન ચેપલે કહ્યું કે, આ મોડલથી આપણને એ સમજવાની મદદ મળી શકે છે કે શા માટે લોકોમાં કોવિડ-19થી ફેફસાની બીમારી થાય છે અને કેટલાકને નહિ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાવધાનીપૂર્વક દાંતને બ્રશથી સાફ કરી એની વચ્ચે જમા થવા વાળી ગંદકી દૂર કરી, માઉથવોશનો ઉપયોગ કરી ફરી સાધારણ રીતે મીઠાના પાણીથી મસૂડામાં સોજો ઓછો કરી શકાય છે , જેનાથી લારમાં વાયરસની સાંદ્રતા ઓછી કરવામાં મદદ મળી શકે છે.