76 વર્ષમાં માર્ચમાં સૌથી વધારે છે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી હતી. આઈએમડીના ક્ષેત્રીય પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સફદર જંગ ઓબ્ઝર્વેટરીએ અધિકતમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સીયસ નોંધવામાં આવ્યું છે. જે સામાન્યથી આઠ ડિગ્રી વધારે છે.વિભાગના જણાવ્યા પ્રમાણે મેદાની વિસ્તારોમાં જ્યારે અધિકતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ જાય છે અને સામાન્ય ઓછામાં ઓછા 4.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ત્યારે હવે હિટવેવ જાહેર કરવામાં આવી છે.
સામાન્ય તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ વધારે થઈ જતા પ્રચંડ લૂની જાહેરાત કરવામાં આવે છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 31 માર્ત 1945 બાદથી આ માર્ચનો સૌથી વધારે ગરમ દિવસ હતો. જ્યારે રાષ્ટ્રની રાજધાનીમાં વધારે તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.ભારત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નજફગઢ, નરેલા, પીતમપુરા અને પૂસામાં વધારે તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ, 41.7 ડિગ્રી સેલ્સિયસ, 41.6 ડિગ્રી સેલ્સિયસ અને 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરનું ન્યુનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધીને 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.રાજસ્થાનના કેટલાક સ્થાનો ઉપર પ્રચંડ ગરમીની અસર દેખાઈ હતી.