દિલ્હીમાં અંતિમ સંસ્કારમાં ફક્ત 20 જ લોકો સામેલ થઈ શકશે જ્યારે ફક્ત 50 લોકોને જ લગ્ન સમારોહમાં હાજરી આપવાની પરવાનગી આપવામાં આવશેનવા આદેશ બાદ હવે મહારાષ્ટ્રથી વિમાન માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ દિલ્હી પ્રવેશ માટેની યાત્રા પહેલા લગભગ 72 કલાક સુધી જૂની આરટી-પીસીઆર પરીક્ષણનો નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. વળી, જેઓ નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ અહેવાલ વિના મહારાષ્ટ્રમાં આવશે. તેઓ 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જો કે બંધારણીય અને સરકારી મશીનરી સાથે જોડાયેલા લોકોને છૂટ મળશે.હવે દિલ્લીમાં નવી ગાઇડલાઇન પ્રમાણે તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ સ્વિમિંગ પૂલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને બાર પણ 50 ટકા ક્ષમતા સાથે જ ખુલશે. સાથે જ સિનેમા, થિએટરમાં પણ ક્ષમતાના 50 ટકા લોકોને એન્ટ્રી મળશે. તો મેટ્રો અને બસનું સંચાલન પણ 50 ટકા ક્ષમતા સાથે થશે.તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અથવા કોચિંગ સેન્ટર બંધ રહેશે.
ઓનલાઇન વર્ગોને પ્રોત્સાહન આપવામાં આવશે. દિલ્હીની તમામ સરકારી કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, પીએસયુ, નિગમો અને સ્થાનિક સંસ્થાઓમાં ગ્રેડ -1 અથવા તેના સમકક્ષના અધિકારીઓ તેમની 100% ક્ષમતા પર કામ કરશે, જ્યારે બાકીનો સ્ટાફ 50% ક્ષમતા સાથે કામ કરશે. જો કે આરોગ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી અથવા જિલ્લા વહીવટી તંત્રનાં લોકો કોઈપણ પ્રતિબંધ વિના કામ કરવાનું ચાલુ રાખશે. ખાનગી કચેરીઓ અને સંસ્થાઓને તેમના કર્મચારીઓને જુદા જુદા સમયે બોલાવવાની સલાહ આપવામાં આવી છે જેથી સમગ્ર સ્ટાફ એક જ સમયે ઓફિસમાં એકઠા ન થાય. વર્ક ફ્રોમ શક્ય તેટલું થવું જોઈએ. આ ઉપરાંત મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે નિયમ બદલવામાં આવ્યો છે. વિમાન દ્વારા મહારાષ્ટ્રથી દિલ્હી આવતા તમામ મુસાફરોએ દિલ્હીમાં પ્રવેશ માટે જૂનો નકારાત્મક આરટી-પીસીઆર પરીક્ષણ અહેવાલ 72 કલાક સુધી જૂનો નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. જેઓ નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ વિના મહારાષ્ટ્રથી આવશે તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાશે.