દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની ગતિ વધુ ઝડપી બની છે. કોરોનાના વધતા કેસ મામલે દિલ્હી સરકારે 1 અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન સોમવાર રાતના 10થી જ લાગુ થશે અને 26 એપ્રિલ સુધી રહેશે. લૉકડાઉનની જાહેરાત થવાની સાથે જ દારૂની દુકાનો પર ભીડ ભેગી થવા લાગી હતી.લોકો કોરોનાથી બચવા વેક્સિન લગાવડાવે છે અને અન્ય નિયમોનું પાલન કરે છે ત્યારે દિલ્હીના શિવપુરી ગીતા કોલોનીમાં એક મહિલાએ વિચિત્ર નિવેદન આપતા કહ્યું કે,‘ઈન્જેક્શનથી કોઈ ફાયદો નહીં થાય, જે ફાયદો થશે એ આ દારૂથી થશે. જેટલો દારૂ વેચાશે તે પીનારા લોકો સ્વસ્થ રહેશે.’ લૉકડાઉન અંગે સવાલ કરતા મહિલાએ કહ્યું કે,‘અમને તો માત્ર દારૂની દુકાનો ખુલી રહે એટલું જોઈએ…’દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા સંકટ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હવેથી થોડા સમય પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેની ઓપચારિક જાહેરાત કરશે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલ સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તેના નિયમો પણ વિકએન્ડ કરફ્યૂ જેવા જ હશે.દિલ્હી માટે નિર્ણય લેવો આસાન નહોતો. લોકોના રોજગાર પૂરા થઈ જાય છે. રોજમદાર જીવન જીવનારા પર મોટી મુશ્કેલી પડી હતી. પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા લાગ્યા હતા. આ વખતે આ નાનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં સમય અને પૈસા ખરાબ થશે. દિલ્હીથી બહાર કોઈ ના જશો. કદાચ તેને વધારવાની જરૂર નહીં. બધા સાથે મળીને કામ કરીશું તો જલદીથી તેના પર જીતી જઈશું. દિલ્હીના તમામ નાગરીકોને અપિલ છે કે લોકડાઉની સખત વિરોધી છું. લોકડાઉનથી કોરોના પૂરો નથી થતો પરંતુ તેની સ્પીડ ઘટે છે. લોકોમાં સંક્રમણની એક મર્યાદા વધી રહી છે . છ દિવસમાં હમે ખૂબજ કાર્ય કરીશું. કેન્દ્રમાંથી અમે મદદ માગી છે. ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરીશું. તમામ લોકોને અપીલ છે કે ઘરની બહાર ના નીકળશો. આ કઠીન નિર્ણયમાં તમે સાથ આપો. આપણે તેનો મુકાબલો કરીને જીતીશું.
આ વસ્તુઓમાં મળી શકે છે છૂટછાટ
- જણાવી દઈએ કે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ મળી શકે છે. તમામ મોલ, જીમ, સ્પા, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, એન્ટરટેન્ટમેન્ટ પાર્ક બંધ રહેશે.
- દિલ્હીમાં હોટલોમાં જમવા જવાની છૂટ હશે. હોમ ડિલિવરી કે ટેક અવે ફૂડની પરમિશન રહેશે.
- હોસ્પિટલો, સરકારી કર્મચારી, પોલિસ, જિલ્લાધિકારી, વીજળી, પાણી, સાફસફાઈ સાથે જોડાયેલા લોકોને કરફ્યૂમાં છૂટ મળશે.
- જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાના છે કે પછી વેક્સિન લગાવવાની છે અતવા કોઈ બીમારને બહાર લઈ જવા પડે તેવીસ્થિતિમાં લોકોને બહાર આવવાની છૂટ હશે.
- દિલ્હીમાં તમામ પ્રાઈવેટ કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ કરાશે. સરકારી ઓફિસોમાં કેટલાક જ ઓફિસરોને આવવાની પરમિશન હશે. પ્રવાસી મજૂરોને મુશ્કેલી ન હોય તેના માટે ઉપરાજ્યપાલે તેના નિર્દેશ કર્યા છે. જેથી અધિકારીઓ યોગ્ય નિર્ણય લઈ શકે.