વધતા જતા વજનથી કોઈને મુશ્કેલીમાં મુકી શકે છે. મોટાપો પોતાની સાથે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ પણ લઈને આવે છે. વજન ઘટાડવા માટે લોકો પાણી જેમ પૈસા ખર્ચવા તૈયાર રહે છે. ડાઈટ ફોલો કરતા હોય છે જીમ જતા હોય છે, વજન ઘટાડવા માટે લોકો કાઈ પણ કરવા તૈયાર હોય છે.
ખૂબ પ્રયત્નો કરવા છતા પણ વજનમાં ઘટાડો થતો નથી અને લોકો નિરાશ થઈ જાય છે. જો તમે વજન ઘટાડવા માટે મનને મક્કમ કર્યું હોય તો તમારે હેલ્દી ડાઈટ અને એક્સરસાઈઝની સાથે તમારી લાઈફસ્ટાઈલમાં ઘણા બદલાવ કરવા પડ છે. હેલ્દી ડાઈટ માટે તમારે પ્રોટીન,ફાઈબર અને બધાજ પ્રકાના ન્યૂટ્રિએન્ટ્સને તમારે તમારા ભોજનમાં સમાવેશ કરવાનું રહશે. સુવારે ઉઠીને આ 5 કામ કરવાથી સરળતાથી વજન ઓછો કરવામાં આવી શકે છે.
સવારે ઉઠીને ઉકાળેલુ પાણી પીવો: સવારે ઉઠીને જે પહેલુ કામ એ કરવાનું ઉકાળેલુ પાણી પીવાનું, સવારે ઉકાળેવુ પાણી પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ઉકાળેલુ પાણી પીવાથી મેટાબોલિજ્મ વધે છે,જેના કારણે શરીરના એક્સ્ટ્રા ફેટને ઘટાવામાં મદદ મળી શળે છે અને તમે ફિટ રહેવા લાગો છે. તમે ઉકાળેલા પાણીમાં લીંબુ અને મંધ ભેળવીને પી શકો છો. સાથે સવારે હર્બન ટી પણ પી શકો છો.
સૂર્યોદય સમયે ચાલવાનું રાખો: તમારે દરોજ સેવારે સૂર્યોદય સમયે ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ચાલવાનું રાખો. તેનાથી ઝડપથી વજન ઓછું થાય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય છે, તેમનું વજન ઝડપથી વધવાનું શરૂ થાય છે.
પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ: દિવસની શરૂઆત સારા નાસ્તાથી કરો. સવારનો નાસ્તો તમારા આખા દિવસની ડાઈટને સેટ કરે છે. તમારા નાસ્તામાં સોયા, બિન્સ, સ્પ્રાઉટ્સ, કુટીર ચીઝ, દહીં, ઇંડા પણ સમાવેશ કરી શકો છો.
દરરોજનું લક્ષ્ય નક્કી કરો: જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને લઈને ગંભીરતા અને જાગૃત નહીં હો ત્યાં સુધી તમે તેને પ્રાપ્ત કરી શકશો નહીં. તમે શું કરી રહ્યા છો, કેટલું અને તમે શું ખાઈ રહ્યા છો, જમતી વખતે તમે શું વિચારી રહ્યા છો, આ બધા તમારા શરીરને અસર કરે છે.
યોગ, પ્રાણાયામ અને ધ્યાન: દરરોજ યોગ કરવાથી શરીર અને મગજ તનાવમુક્ત રહેછે અને તેના કારણે વજન સરળતાથી ઘટવા લાગે છે. સૂર્ય નમસ્કાર, કપાલભાતી, અનુલોમ-વિલોમ જેવા યોગાસન અને પ્રાણાયામ કરો.