ગાંધીનગર ગુજરાતમાં ઉદ્યોગોને અનુરૂપ સ્ટાર્પઅપ તો જોયાં હશે પરંતુ દવા બનાવી શકતા સ્ટાર્ટઅપ જોવા હોય તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના આ વેબિનારમાં હિસ્સો લેવો પડે તેમ છે. જીટીયુના ફાર્મસી વિભાગ દ્વારા આયોજીત ફાર્મા સ્ટાર્ટઅપ અવરનેસ વેબિનારમાં ભાગ લેવા માટે ગુજરાતના ફાર્મા સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યો છે. આ બિમારીના નિરાકરણ માટે રસીની શોધમાં દરેક દેશના ફાર્માસિસ્ટ કાર્યરત છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની માન્યતા મેળવેલા અમેરિકા બહારના સૌથી વધુ પ્લાન્ટ ભારતમાં છે.
વિશ્વમાં 60% થી વધુની ફાર્મા પ્રોડક્સની નિકાસ ભારતમાંથી થાય છે. દેશમાં ગુજરાત ફાર્મા બિઝનેસમાં અગ્રેસર હબ છે. આગામી દિવસોમાં વિશ્વની વિવિધ કંપનીઓ પોતાના ફાર્મા પ્લાન્ટ ગુજરાતમાં નાખવાની તૈયારીમાં છે તેથી ફાર્મા ઈનોવેટર્સ સ્ટાર્ટઅપ માટે યોગ્ય સમય ગણીને પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિચારણામાં છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ફાર્મસી વિભાગ દ્વારા ફાર્મા સ્ટાર્ટઅપ કરતાં પહેલાં કઇ બાબતોની જાણકારી હોવી જોઈએ તેના માટે ” થિંગ્સ ટુ નો બિફોર સ્ટાર્ટીંગ અ ફાર્મા સ્ટાર્ટઅપ ” વિષય પર ગુગલ મીટ અને વેબેક્સ પર વેબિનાર યોજાશે. bit.ly/2xIKPGe ઉપરયુક્ત લિંક પર રજીસ્ટ્રેશન કરાવીને વેબિનારમાં જોડાઈ શકાશે.
જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના પ્રોફેસર અને એઆઈસી-જીઆઈએસસીના ઈન્ચાર્જ સીઈઓ ડો. સંજય ચૌહાણ “થીગ્સ ટુ નો બિફોર સ્ટાર્ટીગ અ ફાર્મા સ્ટાર્ટઅપ” વિષય પર આગામી મંગળવાર તારીખ 21એપ્રિલ સવારે 11:30 કલાકે ગુગલમીટ અને વેબેક્સ પર વેબીનારમાં વ્યાખ્યાન આપશે. જેમાં ફાર્મા સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજીકલ સ્ટાર્ટઅપ બંન્ને વચ્ચે કેટલો તફાવત છે.
ફાર્મા સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં ઈનોવેટર્સને તેના નિયમો તથા તેની આડઅસરો અને સકારાત્મક અસરોની માહિતી હોવી જરૂરી છે. આ વેબિનારમાં ફાર્મા ઈનોવેટર્સની પ્રોડક્ટ્સનું ટેસ્ટીંગ કોની પાસે કરાવવું, ફાર્મા પ્લાન્ટની માન્યતા કેવી રીતે મેળવવી , પ્રોડક્સની આડઅસર અને ગુણવત્તા ચકાસણી તથા આ દવાઓ માનવ શરીરમાં કેવી રીતે અસરકારક નિવડે છે અને અંતમાં તેની માન્યત્તા કેવી રીતે મેળવવી જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.