ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારના નામ પર મંથન શરૂ થયું છે. મંગળવારે સાંજે બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવારના નામ પર મંથન કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે જેપી નડ્ડાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યોએ પાર્ટી મુખ્યાલયમાં બેઠકમાં હાજરી આપી હતી.
દ્રૌપદી મુર્મુ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે, જેપી નડ્ડાએ જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈએ મતદાન થશે. આ સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.