કોલંબિયાનો ઇગન બરનલ ટૂર ડે ફ્રાંસ ટાઇટલ જીતવાની સોથી નજીક છે. જો 22 વર્ષિય ઇગન આ ટાઇટલ જીતી જશે તો તે ટૂર ડે ફ્રાન્સ જીતનારો પહેલો કોંલબિયન ખેલાડી બનશે, આ ઉપરાંત હાલના સમયમાં તે આ ટાઇટલ જીતનારો સૌથી યુવા ખેલાડી બની શકે છે.
સ્પર્ધાનું ફાઇનલ સ્ટેજ હજુ બાકી છે. જો કે 22 વર્ષ અને 196 દિવસની વય ધરાવતો બરનલ રેસ જીતી જશે તો તે 22 વર્ષ 187 દિવસની વયે ટાઇટલ જીતનારા ફ્રાન્સિયોસ ફેબર પછી પહેલો સૌથી યુવા ખેલાડી બનશે. ફેબર પછી ઇટલીના ફેલિસ ગિમોન્ડી (1965) અને ફ્રાન્સના લોરેન્ટ ફિગ્નોન (1983) ઍવા બે ખેલાડી છે જેમણે આ ટાઇટલ 23 વર્ષ પુરા કરતાં પહેલા જીત્યું હોય. જો બરનલ ટાઇટલ જીતશે તો આધુનિક સમયમાં તે સૌથી યુવા ખેલાડી બની જશે.
બરનલ હાલમાં ઇનોઍસ ટીમનો હિસ્સો છે. જા તે ટાઇટલ જીતશે તો આ ટીમનો ઍવો ચોથો સાયકલિસ્ટ બનશે જેણે ટાઇટલ જીત્યું હોય. આ ટીમ વતી પહેલા બ્રેન્ડલે વિગ્નિસ (2012), ક્રિસ ફ્રુમે (2013, 2015, 2016 અને 2017) તેમજ થોમસ (2018) આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીતી ચુક્યા છે.