શું તમે જાણો છે કે દુનિયાનું એક માત્ર અમર જીવ એક જેલી ફિશ છે. આ વાત જરાક નવાઈ પમાડે તેવી છે પરંતુ સાચી છે. એક એવી જેલી ફિશ પોતાનું અસ્તિત્વ ધરાવે છે જેને અમર રહેવાનું વરદાન મળેલું છે. તેની ઉંમરનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી. આ જેલી ફિશને ખાસિયત એ છે કે તે સેક્સ્યુઅલી મેચ્યોર થયા બાદ ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. ત્યાર બાદ તે ફરી વયસ્ક બને છે અને આ સાયકલ હંમેશાં ચાલતી રહે છે. તેથી બાયોલોજિકલી તે ક્યારેય મરતી જ નથી. આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ Turritopsis Dohrnii (ટુરિટોપસિસ ડોહર્ની) છે. આ ઈમ્મોર્ટલ જેલી ફિશનું કદ ઘણું નાનું હોય છે. તેના શરીરનો વ્યાસ 4.5mm હોય છે. તેને 8 ટેન્ટિકલ્સ અર્થાત પગ હોય છે. જ્યારે સેક્યુઅલી મેચ્યોર જેલી ફિશને 80થી 90 ટેન્ટિકલ્સ હોઈ શકે છે. આ અમર જેલી ફિશનો જન્મ પ્રશાંત મહાસાગરમાં થયો છે. હવે તે તમામ મહાસાગરોમાં જોવા મળે છે.હકીકતમાં તે મૃત્યુ પામતી જ નથી. જો સમુદ્રનું તાપમાન 20થી 22 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે 25થી 30 દિવસમાં ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. જો સમુદ્રનું તાપમાન 14થી 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે 18થી 22 દિવસમાં સેક્સ્યુઅલી મેચ્યોર થઈને ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. આ ઈમ્મોર્ટલ જેલી ફિશ Medusae (વયસ્કનું સ્ટેજ) થયા બાદ ફરી Polyp (બાળકનું સ્ટેજ)માં આવી જાય છે. આ કામ તેનાં શરીરમાં રહેલી ખાસ કોશિકાઓ કરે છે. આ અમર જેલી ફિશ વયસ્ક થવાને આરે હોય ત્યારે 12 ટેન્ટિકલ્સ સાથે આવે છે ત્યારે તે પોતાને બદલવા માટે સિસ્ટ જેવાં સ્ટેજમાં જતી રહે છે. આ અમર જેલી ફિશને પણ અન્ય જીવોથી ડર રહે છે. આ

Box jellyfish, Chironex fleckeri, deadly, North Queensland, Australia (Photo by: Auscape/Universal Images Group via Getty Images)