લગ્ન સમયે વરરાજા તરફથી દહેજ માંગવાની પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે અને તેના વિરોધમાં ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પરંતુ હાલમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં એક દુલ્હનના પરિવારજનોની માંગથી પરેશાન થઈને એક વરરાજાએ પોતાની પ્રેમિકા સાથે લગ્ન સંબંધ જ તોડી નાખ્યો હતો.
માહિતી પ્રમાણે, ઈજીરિયાના રહેવાસી અન્ડરસને પોતાની થનાર પત્નીને એવું કહીને સંબંધ તોડી નાખ્યો કે, પોતે તેણીનો ખર્ચો ઉઠાવવામાં અસમર્થ છે. સાથે જ પ્રેમિકાને એવો છોકરો શોધવાની સલાહ આપી જે તેનો બધો જ ખર્ચો ઉઠાવી શકે.
ઉલ્લેખનીય છે કે, નાઈજીરિયામાં બ્રાઈડ પ્રાઈસ લેવાની પ્રથા છે. આ પ્રથા પ્રમાણે, વરરાજાએ લગ્ન પહેલા થનાર દુલ્હનને કેટલીક રકમની ચૂકવણી કરવી પડે છે. જો કે, દુલ્હનના પરિવારને આ ચૂકવણી રૂપિયા અથવા કોઈપણ મોંઘી ગીફ્ટ તરીકે કરવામાં આવી શકે છે. કેટલાક લોકો આ રકમની ચૂકવણી એખ જ વખતમાં કરી શકે છે, તો કેટલાક લોકો હપ્તામાં આ રકમની ચૂકવણી કરે છે.
અન્ડસનનું કહેવુ છે કેસ બ્રાઈજ પ્રાઈસના રૂપમાં દુલ્હનના પરિવારે સામાનની જે યાદી આપી હતી તેને જોઈને વરરાજાના હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ છોકરાએ આ પરિવારમાં લગ્ન ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. સાથે જ અન્ડસને સાસરા તરફથી મળેલી આ યાદીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. જો કે, સોશિયલ મીડિયા પર શેર કરેલી આ ફોટો ખૂબ જ વાયલર થઈ રહી છે.
ફોટોમાં સામાનની યાદી જોઈને સાફ થઈ જાય છે કે, સામાન સિવાય વરરાજા પાસેથી સાસુએ કેટલાક રૂપિયા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. બીજી તરફ અન્ડરસનની પ્રેમિકા પોતાની સાથે આ સંબંધ ન તોડવાની વિનંતી કરી રહી છે, પરંતુ અન્ડરસનનું કહેવું છે કે, છોકરીના પરિવારની ઈચ્છાઓને તે પૂર્ણ નહી કરી શકે તેથી જ તેની પાસે સંબંધ તોડવા સિવાય કોઈ વિકલ્પ નથી.