સગીરા સાથે છેડછાડ મામલે ગોવાના સ્વિમીંગ કોચ સુરજીત ગાંગુલીની હકાલપટ્ટી કરવામાં આવી છે. સગીરાની છેડછાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી રમત મંત્રી કિરણ રિજિજૂના આદેશને પગલે ગાંગુલીને ગોવા સ્વીમિંગ એસોસિએશનનામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ગોવાના માપુસા પોલીસ મથકે આ લંપટ કોચની સામે ગુરૂવારે પોક્સોની કલમની સાથે જ બળાત્કાર અને ગુનાઇત ધમકી આપવા સબબનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવા માટે કોચની શોધ શરૂ કરી દીધી છે.
સુરજીત ગાંગુલીએ પોતાની પાસે તાલીમ લેતી 15 વર્ષિય સગીરાની શારીરિક છેડછાડ કરી હતી અને તેના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દેવાયું હતું ગોવાના ડેપ્યુટી સુપરિનટેન્ડન્ટ ઓફ પોલિસ ગજાનંદ પ્રભુદેસાઇએ કહ્યું હતું કે આરોપીને શોધવા માટે અમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. અમને એવી માહિતી મળી છે કે તે ભોપાલ જવા માટે નીકળી ગયો છે. તેમણે એવું કહ્યું હતું કે પોલીસે આ કોચની ધરપકડ કરવા માટે અલગઅલગ ટીમ બનાવી છે.
This needs your immediate ATTENTION Sir @KirenRijiju . Swimming coach Surajit Ganguly is allegedly molesting 15 year old swimmer. Just saw disturbing video. Can’t share here. pic.twitter.com/NOtG5CdgO7
— Vinod Kapri (@vinodkapri) September 4, 2019
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની સાથે તેમાં રમત મંત્રી કિરણ રિજિજૂને ટેગ કરીને આ અંગે પગલા લેવાની માગ કરવામાં આવી હતી. મંત્રી રિજિજૂએ એક ટિ્વટનો જવાબ આપતા લખ્યું હતું કે સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા તેના પર આકરા પગલા ભરાશે. આ એક ગંભીર ગુનો છે તેથી હું પોલીસને વિનંતી કરું છું કે તેઓ કોચ સામે આકરી કાર્યવાહી કરે. રમત મંત્રીના ટિ્વટ પછી થોડા જ કલાકમાં આરોપી કોચ વિરુદ્ધ પગલાં ભરીને ગોવા સ્વીમિંગ એસોસિએશને તેની હકાલપટ્ટી કરી હતી.