કાર્યકારી નાણાં મંત્રી પીયૂષ ગોયલે 11 વાગ્યે સંસદમાં બજેટ ભાષણ શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ જણાવ્યું કે, નાણાં મંત્રી અરૂણ જેટલીની ગેરહાજરીમાં હું આ બજેટ રજૂ કરું છું. ઈચ્છું છું કે તેમનું સ્વાસ્થ્ય જલદી સારું થઈ જાય. ગોયલે બાદમાં સંસદમાં મોદી સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. તેમણે કહ્યું કે આ સરકારે કમ્મર તોડ મોંઘવારીની કમર તોડી નાંખી હતી.
-1 વાગ્યે લોકસભામાં બજેટ ભાષણનો કાર્યકારી નાણાં મંત્રી પીયૂષ ગોયલે પ્રારંભ કર્યો
– મોદી સરકારની યોજનાઓ અને સિદ્ધીઓનો ઉલ્લેખ કર્યો
– સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર)ના ત્રણ ભાગમાં આપવામાં આવશે. ડિસેમ્બર 2018થી આ યોજના લાગુ કરાશે. અંદાજીત ખર્ચ 75000 કરોડ થશે જે સરકાર ભોગવશે.
– પ્રધાન મંત્રી સમ્માન નીધિ યોજનાનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે: ગોયલ
– કુદરતી સંકટમાં નાશ થયેલા પાક બદલ ક્રોપ લોનને રીશીડ્યૂલ કરવાને બદલે ખેડૂતને 2 ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરે તો વધુ 3 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત
– ચાલુ ખાતાની ખાધ ચાલુ વર્ષે જીડીપીના 2.5 ટકા રહી શકે, ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.4 ટકા રહેવાની વકી
– આ દેશના સંશાધનો પર ગરીબોનો સૌપ્રથમ હક રહેલો છે: FM
– MNREGA હેઠળ 2019-20માં 60,000 કરોડ ફાળવાશે: ગોયલ
– પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન નામ હેઠળ પેન્શન સ્કીમની જાહેરાત જેમાં અસંગઠીત ક્ષેત્રના કર્મીઓને 60 વર્ષની ઉંમર બાદ મહિને 3,000 રૂપિયા મળશે. 100 રૂપિયા પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે.
– ગરીબો, જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય આવકની મદદની જરૂર છે: FM
– વિચરિત જાતિના લોકોના ઉત્થાન માટે સરકાર વિશેષ રણનીતિ અમલમાં લાવશે: ગોયલ
– 22 નક્કી કરાયેલા પાક ઉપર MSP ઉત્પાદન ખર્ચ કરતા 50 ટકા વધુ: FM
– જન ઔષધી સ્ટોર્સમાંથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાશે
– 21 AIIMS દેશમાં કાર્યરત છે જે પૈકી 2014થી અત્યાર સુધીમાં 14 AIIMSને મોદીસ રકારે મંજૂરી આપી. વધુ એક AIIMS હરિયાણામાં સ્થાપાશે
– 10 લાખ દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મળી. દેશની સૌથી વિશાળ સ્વાસ્થ્ય યોજના છે: ગોયલ
– LED બલ્બના ઉપયોગથી 50,000 કરોડ સુધીની વીજ બિલમાં બચત થઈ: FM
– પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2014-18માં 1.53 કરોડ મકાનોનું બાંધકામ કરાયું
– ગાયોના જતન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની બજેટમાં જાહેરાત કરતા ગોયલ
– મધ્યમ અને ગરીબ ઘરોને 143 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા
– 2014માં 2.5 કરોડ ઘરો વીજ જોડાણ વિહોણા હતા. અમે તમામ ઘરોને વીજ જોડાણ પૂરા પાડ્યા
– પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ નિર્માણમાં ત્રણ ગણો વધારો
– ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ LPG જોડાણ ફાળવાયા જે પૈકી 6 કરોડ જોડાણો ગરીબ મહિલાઓને પૂરા પાડવામાં આવ્યા
– મુદ્રા યોજનામાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે
– ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરાઈ
– પશુપાલન અને મત્સ્ય ઉગ્યોગને સમર્થન આપવા કેન્દ્રે 750 કરોડ ફાળવ્યા
– પશુપાલન અને માછીમારી કરતા ખેડૂતોને 2 ટકા વ્યાજ માફી
– તમામ આવકવેરા રિટર્નને 24 કલાકમાં પ્રોરેસ કરી તેનું રીફંડ પણ ચૂકવી દેવાશે: FM
– GSTની સરેરાશ આવક 97,000 કરોડ પ્રતિ માસ
– ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને રૂ. 12 લાખ કરોડ થઈ, 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા
– ત્રણ વર્ષમાં કેન્દ્રે OROP હેઠળ 35,000 કરોડ ફાળવ્યા
– 2019-20માં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 3 લાખ કરોડથી પણ વધુની જોગવાઈ, વધુ જરૂર પડે તો પણ જોગવાઈ કરાશે: ગોયલ
– સાગરમાલા યોજનાથી ગાડીઓની આયાત-નિકાસ ઝડપી બનાવી શકાશે
– નવ પ્રાથમિક ક્ષેત્રની ઓળખ કરાઈ, નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પોર્ટલ તૈયાર કરાશે
– ભારતીય રેલવેનું આ વર્ષ ઐતિહાસિક રીતે સલામત વર્ષ રહ્યું
– વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઝડપ, સલામતી અને સુરક્ષા પુરી પાડશે તેમજ મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ
– સ્થાનિક સ્તરે ઓઈલ અને ગેસનું ઉત્પાદન વધારવાની તાતિ જરૂરિયાત છે જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાય
– 99.54 ટકા રિટર્ન કોઈપણ સ્ક્રુટિની વગર સ્વીકારાયા
– આગામી વર્ષે રેલવેનો નાણાં ખર્ચ 1.58 લાખ કરોડ રહેવાની સંભાવના
– આગામી બે વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની પણ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિકલી કરાશે
– કરદાતાઓને લાભ થાય તે માટે પ્રત્યક્ષ વેરા માળખાનું સરળીકરણ કરાશે
-સરકાર આગામી પાંચ વર્ષમાં 1 લાખ ગામડાને ડિજિટલ બનાવશે
-GSTની આવક 97,100 કરોડ પ્રતિ માસ જે અગાઉના વર્ષે 89,7૦૦ કરોડ હતી
-42 અસંગઠીત ક્ષેત્ર માટે પેન્શન યોજનાની જાહેરાત જેમાં કર્મચારીને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ લઘુત્તમ રૂ. 3,000નું પેન્શન મળશે
-સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40,000થી વધારીને રૂ.50,000 કરાઈ
-પ્રતિ વર્ષ 2.4 લાખના મકાન ભાડા પર કોઈ TDS લાગશે નહીં
-પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ પર TDS મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.40,000 કરાઈ
-5 લાખ સુધીની વ્યક્તિગત આવક ધરાવતા પગારદાર પર કોઈ જ ટેક્સ નહીં
-1.5 લાખ સુધીના રોકાણ પર 6.5 લાખ સુધીની આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે
-3 કરોડ લોકોને આનાથી લાભ થશે, 18,500 કરોડનું સરકારને નુકસાન થશે