નવી દિલ્હીઃ બાકી GST કોમ્પન્સેશન અને GST સેશ અંગે આજે GST કાઉન્સિલની વધુ એક યોજાઇ હતી જો કે તેમાં કોઇ નક્ક સમાધાન મળ્યુ નથી. કેન્દ્ર સરકારે GST કોમ્પન્સેશનની ચૂકવણી માટે સુચવેલ પ્રસ્તાવને 12 રાજ્યોની સરકારોએ સ્વીકાર્યો છે જ્યારે વિપક્ષનું શાસન ધરાવતા 9 રાજ્યોની સરકારોએ નકાર્યો છે. તેમની માંગણી પર વિચારણા કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સિતારમને સમય માંગ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક ખતમ થઈ ગઈ છે. આ બેઠકમાં જીએસટી કલેક્શનમાં થયેલા ઘટાડાના કારણે રાજ્યોને રાજસ્વ નુકસાનની ભરપાઈ માટે ચુકવણા સંબંધિત કોઈ નિર્ણય થયો નથી. હકીકતમાં જોઈએ તો, ક્ષતિપૂર્તિ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને આપેલા બે વિકલ્પ પર મોડી રાતે સુધી કોઈ નિરાકરણ આવ્યુ નહોતું. જણાવી દઈએ કે, આજે થયેલી બેઠક પાંચ ઓક્ટોબરે થયેલી જીએસટી કાઉન્સિલની 42મી બેઠકનો ભાગ હતી, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં અનુરાગ ઠાકુર અને તમામ રાજ્યના નાણામંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશના નાણામંત્રીઓએ ભાગ લીધો હતો.
બાકી જીએસટી કોમ્પન્સેશન અને સેશ માટે કેન્દ્ર સરકારે સુચેવલ પ્રસ્તાવમાંથી અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને યુ.પી.એ લોન વિકલ્પ પસંદ કર્યો છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જીએસટી કલેક્શનમાં રૂ 2.35 લાખ કરોડની કમી આવી છે. આમાંથી 97,000 કરોડ રૂપિયા જીએસટી પર બાકી છે, જ્યારે બાકી કોરોના વાયરસને કારણે છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે 5 ઓક્ટોબરે ઘોષણા કરી હતી કે રાજ્યોને મોડી રાત સુધીમાં રૂ 20,000 કરોડ આપવામાં આવશે. બીજા વિકલ્પ તરીકે કહ્યું હતું કે, ખાસ વિંડો હેઠળ રૂપિયા 2.35 લાખ કરોડની લોન લઈ શકાય છે. દેશના 21 રાજ્યો આ મુદ્દાને સમર્થન આપી રહ્યા છે. સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં, તેને પસંદ કરીને 97,000 કરોડ રૂપિયાની લોન લેવાની તક મળી. જો કે, 10 બિન-ભાજપ શાસિત રાજ્યોએ આ વિકલ્પ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે કેન્દ્રએ તેમને લોન લઈને જીએસટી વળતરની ભરપાઇ કરવી જોઈએ.