જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે આજે દિલ્હીમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં જાહેર કરી છે. આ સાથેજ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
ગુજરાતની વિધાનસભાની 182 બેઠકો માટે થશે મતદાન ગુજરાતમાં કુલ 4.33% મતદારો છે, જેમાં 10.44% મતદારોનો વધારો થયો મતદાન પૂર્વે સાત દિવસ પહેલા સ્લીપ આપવામાં આવશે। 50 હજારથી વધુ મતદાન મથકો તૈયાર કરાશે। 22મી જાન્યુ સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપ સત્તા પર છે. મતદારોમાં 48% ઓબીસી મતદારો, 12%, પાટીદારો 15% અનુસૂચિત જાતી , 23% સવર્ણો , 08% દલિત મતદારોનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રમાં 9મી ડિસેમ્બરે 89 બેઠકો પર થશે મતદાન અને બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે ગુજરાતના બીજા વિસ્તારોમાં મતદાન યોજાશે। 18મીએ થશે મતગણતરી। 21 નવેમ્બર સુધી ઉમેદવારી કરી શકાશે
ભારતના ચૂંટણી આયોગની સૂચના મુજબ જાહેર સ્થળોપરથી હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટર્સ દૂર કરવાની જિલ્લા, તાલુકા, ત્રિસ્તરીય કચેરીઓની વેબસાઈટ પરથી પ્રચારાત્મક માહિતી દૂર કરવાની બાબત સમગ્ર રાજ્યને લાગુ પડે છે.
તમામ મઁત્રીઓને આચારસંહિતા લાગુ પડતાંજ પોતાની ગાડીઓ સુપ્રત કરી દેવી પડશે। તમામ સરકારી ફાઈલો જેતે વિભાગમાં પરત જશે કોઈ પણ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રી લઇ શકશે નહિ।
મંત્રીઓને પોતાની ખાનગી ગાડીઓમાં પ્રવાસ કરવો પડશે। રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આચાર સહિતા લાગુ પડે તે પહેલાજ સરકારી વાહન GJ 18GB 9939 આજે સવારે જ સરકારી વોર્કશોપમાં જમા કરાવી દીધી હતી અને ખાનગી વાહનમાં પોતાનો પ્રવાસ શરૂ કરી દીધો છે.