મહાજાતિ…ગુજરાતી આવું કેમ કહેવાય છે? ગુજરાતના લોકો દુનિયાના મોટા ભાગના દેશમાં વસે છે. ગુજરાતીઓએ જે-તે દેશોમાં રહીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે મૂળ જામનગરની કૌશલ્યા વાઘેલા નામની મહિલાએ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.
ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ ભારતીય બન્યા છે. જામનગરના વરિષ્ઠ વકીલ વીરજીભાઈ વાઘેલાના સૌથી મોટા પુત્રી કૌશલ્યા વાઘેલાએ દિનેશ ચૌહાણ સાથે લગ્ન કરીને બે દાયકા પહેલા જ જામનગરથી ઓસ્ટ્રેલિયા ગયા હતા.
લગ્ન જીવન બાદ ઓસ્ટ્રેલિયામાં તેમણે ઘણો સંઘર્ષ કર્યા બાદ નાનો ધંધો શરુ કર્યો. આ વખતે અમુક સરકારી સમસ્યાઓ નડતા તેમને રજૂઆત કરવાની જરૂર લાગતી હતી. આ સમયે મને ભારતીયોના પ્રતિનિધિત્વની ઓસ્ટ્રેલિયામાં આવશ્યક્તા જણાઈ.
જે બાદ તેઓ જે-તે સમયે અલગ-અલગ વર્ગના મિનિસ્ટરોના સલાહકાર તરીકે કાર્ય કરતા હતા. આ દરમિયાન તેમણે અહીંના પ્રાથમિક પ્રશ્નો અને સમાજની જરૂરિયાતનો પણ અંદાજ આવ્યો હતો. ગત 11 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીના પરિણામમાં તેઓ વિજેયી થતા તેઓ ભારતીય મૂળના પ્રથમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા છે.