ગુજરાત ભાજપે જ્ઞાતિવાર સમીકરણો બેસાડવા માટે પટેલો અને આદિવાસીઓને એક સાથે અંક કરવાનું શરૂ કરી દીધું છે તો ભાજપમાં ભડકો થયો છે.
ડાંગની સીટ જાહેર થતાંની સાથેજ ડાંગ ભાજપમાં અસંતોષનો ચરુ હવે ઉકળવા માંડ્યો છે ડાંગમાં ભાજપે વિજય પટેલને ટિકિટ આપતાંજ ભાજપમાં ડાંગના કાર્યકરો ભડક્યા છે ભાજપના કાર્યકરો ઇચ્છતા હતા કે વર્ષોથી આદિવાસી પટ્ટામાં પોતાની જાત ઘસી નાખનાર દશરથ પવારને ભાજપે થોડા સમય પહેલાં એક ચ્યગમ આપીને ગુજરાત રાજ્ય વનવિકાસ નિગમમાં ડિરેક્ટર બનાવીને કહ્યું હતું કે ભાજપ માટે મહેનત કરો
આડકતરી રીતે ધારાસભ્યની ટિકિટ આપવાની વાત હતી પરંતુ દશરથ પવારના બદલે વિજય પટેલને ટિકિટ અપાતા એમને ભાજપના મહામંત્રી અને વનવિકાસ નિગમના ડિરેક્ટર તરીકે રાજીનામુ આપી દીધું છે
આવુજ થયું છે સૌરાષ્ટ્રના મહુવામાં અહીં ભાજપના પાયાના કાર્યકરો જોડે મજૂરી કરાવી ભાજપ મજબૂત બનાવવાની જવબદારી આપી હતી મહુવા સીટ મજબૂત કરવા માટે અહીં બિપિન સંઘવી મહેનત કરી રહ્યા હતા પણ એમાં જીતુ વાઘાણીનો ઝભ્ભો પકડીને ઉપર આવેલા રાઘવજી મકવાણાને ટિકિટ અપાતાં બિપિન સંઘવીએ રાજીનામુ આપ્યું છે આ રાજીનામાં સાથે ભાજપના ભાવનગર જિલ્લાના ઘણાં ભાજપી નારાજ થઇ ને રાજીનામાં આપે તેવી સંભાવના છે પહેલાં તબક્કામાં રાજીનામાં પડ્યા છે એ જોતા બીજી યાદીમાં વધુ રાજીનામાં પડે તો નવાઈ નહિ