Dang:દમણ ગંગા નહેર પેટા વિભાગ (૩) ના ચેકડેમો ના બાંધકામ ભારે ભ્રષ્ટાચાર ના કારણે કરોડો ની યોજનાઓ ધોળા હાથી સમાન આ યોજના સાકાર થવાને બદલે તેનું બાળ મરણ.
ડાંગ જિલ્લામાં લોકમાતા અંબિકા ખાપરી અને પુર્ણા નદીઓને બારેમાસ જીવંત રાખવા રાજ્ય સરકારના દમણ ગંગા અને વેર -(૦૨) જળ સંપત્તિ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેઇન સિસ્ટમ થી ચેકડેમો નિર્માણ કરવા છતાં તમામ ડેમોમાં ભ્રસ્ટાચાર નો ભોરિંગ આભડી જતા ચેકડેમો સહીત નદીઓ સુક્કી ભટ્ટ બની જતા સરકારી કરોડો રૂપિયાની યોજનાઓ ધોળા હાથી સમાન બની જવા પામી છે .
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં વર્ષે દહાડે ૧૦૦ ઇંચ થી વધુ વરસાદ ખાબકે છે
પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવા સરકારની વર્ષે કરોડો રૂપિયાનો આંધણ છતા ચોમાસુ પૂર્ણ થતા જ઼ ડાંગ જિલ્લામાં પીવાના પાણી ની અછત અને પિયત ખેતી માટે આદિવાસી ખેડૂતો ને સંઘર્ષ કરવો પડે છે . ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતો ,પશુપાલકો સહીત લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે અનેકવિધ યોજનાઓ બની છે ,પરંતુ યોજનાઓમાં ભ્રષ્ટઅધિકારી ઓ અને ઇજારદારોની બંદરબાટ નિતી રીતિને પગલે ચેકડેમ નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટ્રાચાર આચરવાને પગલે યોજના સાકાર થવાને બદલે તેનું બાળ મરણ થતા કરોડો ના આંધણ બાદ પણ લોકોને પાણી ન મળતા બૂમરેંગ સાબિત થાય છે
ગતવર્ષે ૨૦૨૨/૨૩ માં દમણગંગા અને વેર -(૦૨) જળ સંપત્તિ વિભાગ દ્વારા ત્રણેય લોકમાતાઓ ના કેચમેન્ટ એરિયામાં ચોમાસામાં દેનેજ થયેલ ચેકડેમોની મરામત માટે અંદાજે ૧૦૦ લાખના માતબર ખર્ચે ચેકડેમો મરામત ની કામગીરી હાથ ધરી હતી . પરંતુ આ તમામ ચેકડેમો માં મહદઅંશે ચેકડેમોમાં મરામત કર્યા બાદપણ પાણી સંગ્રહ ન થતા સરકારી કરોડો રૂપિયા નો ધુમાડો થવા પામ્યો હતો હાલ દમણગંગા અને વેર -(૦૨) જળ સંપત્તિ વિભાગ હસ્તક ના ગલકુંડ આહવા માર્ગ સ્થિત મોટાચર્યા , કહડોળ્ઘોડી ,વિહિર આંબા ,ટાંકલીપાડા , ઉમરપાડા ,સહીત અનેક ચેકડેમો રીપેર કર્યા બાદ પણ ચોમાસામાં જ઼ પાણી લીકેજ થઈ જતા દમણગંગા વિભાગ દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત કરેલ મરામતની કામગીરીમાં પણ વ્યાપક ગેરરીતિઓ આચરી હોવાનું જણાય રહ્યું છે .
આ સાથેજ ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાની નદીઓ પર કરેલ અનેક ચેકડેમો પણ સુક્કા ભટ્ટ થઈ જતાં સરકારી કરોડો રૂપિયાનો ધુમાડો થવા પામ્યો છે . તેવા સંજોગોમાં દમણગંગા અને વેર (૨) જળ સંપત્તિ વિભાગ દ્વારા ચેકડેમ મરામત અને નવા નિર્માણ થઈ રહેલા ચેકડેમોની તાપસ હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમાં બે મત નથી .