Dang: સુશિલ અગ્રવાલ પોલીસ અધિક્ષક, નવસારીએ આગામી લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અનુસંઘાને વાંસદા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતાં – વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન માર્ગદર્શન આપતા
જે અન્વયે બી.વી.ગોહીલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, ચીખલીએ પણ જરૂરી માર્ગદર્શન આપતા જે અનુસંધાને વાંસદાના સિનિયર પીએસઆઈ જે વી ચાવડા, એએસઆઈ અનિલભાઇ લક્ષ્મણભાઇ, પો.કો. સુનિલ વીનોદભાઈ, પો.કો.ભાવેશ કનુભાઈ એ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્ક આઉટ માં હતી દરમિયાન વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકિકત આધારે વાંસદા પોલીસ મથકનો છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતો વોન્ટેડ પ્રોહીબીશન ગુનાનો આરોપી તરૂણ માધુભાઈ ગાવિત ( ઉ.વ. ૨૫ રહે. ડુંગરડા નિશાળ ફળિયા તા.વઘઇ જી. ડાંગ ) ને પકડી પાડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવી હતી.