એક્ને અથવા ખીલ સામાન્ય સમસ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલ, ભોજનમાં ધ્યાન ના રાખવું, વધુ પડતો સ્ટ્રેસ, પ્રદૂષણ, હોર્મોનની અનિયમિતતાને કારણે એક્ને થતા હોય છે. સામાન્ય રીતે ચહેરા તથા પીઠ પર લાલ, કાળા તથા સફેદ દાણા થતા હોય છે. ખીલ સુંદરતાને ઝાંખી પાડે છે. અનેકવાર ખીલના ડાઘા પણ રહી જતા હોય છે. જો તમે પણ ખીલ તથા ડાઘાથી છુટકારો મેળવવા માગતા હોવ તો ઘરેલું ઉપાયથી તમને રાહત મળી શકે છે. જ્યારે સીબમ તથા ઓઈલ ગ્લેન્ડથી વધારે નેચરલ ઓઈલ નીકળે અને તે ડેડ સ્કિન સાથે મળીને સ્કિન પોર્સને બંધ કરે ત્યારે ખીલ થાય છે. આ ઉપરાંત ભોજનની ખોટી રીતે, એક્સર્સાઈઝ, વેક્સિંગને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. એક્સર્સાઈઝ પછી તરત સ્નાન ન કરો. સ્કિન પ્રોડક્ટ્સ ચકાસી તેનો ઉપયોગ કરો. ખીલનો સ્પર્શ ન કરો અને તેને ખંજવાળો નહિ. તેના નિશાન ફેલાઈ શકે છે. તડકામાં બહાર જતી વખતે સ્કિન કવર કરો. પોતાની ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરો. SPF યુક્ત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.
