કોરોનાની બીજી લહેરે હાલ ભારતમાં ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે. સંકટના આ સમયમાં લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે. હાલમાં કોરોના થાય તો સગા ભાઈ પણ કાંઘ દેવા માટે આવતા નથી. ગામડાઓમાં ટ્રેક્ટરોમાં ભરીને લાશ સ્મશાન ગૃહે લઈ જવાય છે. મૃતદેહને 4 કાંધ પણ મળતી નથી લોકો એટલા ડરી ગયા છે. આ મામલે હાલમાં મોટો ખુલાસો થયો છે.આ સંજોગોમાં જ્યારે દરેક જગ્યાએથી કોરોનાથી થયેલા મૃત્યુના સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે લોકોના મનમાં એવો ડર પણ છે કે, શું કોઈ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામે તો તેના મૃતદેહને અડવાથી કે તેની નજીક જવાથી કોરોના થઈ શકે? જાણો આ સવાલ અંગે નિષ્ણાંતો શું કહે છ. ચર્ચા દરમિયાન એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના મૃતદેહને અડવાથી કોરોના થઈ શકે? તેના જવાબમાં ડૉ. પ્રવીણ ગુપ્તાએ કહ્યું હતું કે, ‘જ્યારે પણ કોરોનાના દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને રેપ (કવર) કરીને આપવામાં આવે છે. આ સંજોગોમાં તેનાથી કોરોના ફેલાવાનું જોખમ ઘટી જાય છે. કોરોના હવા દ્વારા ફેલાય છે અને મૃતદેહ શ્વાસ નથી લેતો, નથી ખાંસી ખાતો કે નથી છીંક ખાતો. આ કારણે કોઈ ડેડબોડીથી કોરોના નથી થતો.’ જો કે, સાથે જ તેમણે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પાર્થિવ શરીરને અડ્યા બાદ હાથ ચોક્કસથી ધોવાની અને તમામ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાની સલાહ આપી હતી.
મંગળવાર, જુલાઇ 8
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર