ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે કોરોના વધુ ધાતક છે. જો સાવચેતી રાખવામાં આવે તો આ જોખમ ઓછું કરી શકાય છે અને દર્દી જલ્દી સ્વસ્થ થઈ શકે છે. જો દર્દી શુગર લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ કન્ટ્રોલમાં રાખે તો જોખમ ઓછું કરી શકાય છે. કોરોનામાં દર્દીઓેને સ્ટેરોઈડ્સ આપવામાં આવે છે. તેનાથી શુગર લેવલ વધે છે. જો હળવાં લક્ષણો હોય અને ઘરે જ હો તો સ્ટેરોઈડ્સ ન લો. જરૂરી હોય તો 3 દિવસ પછી લો. ડૉક્ટરની સલાહથી પોતાની દવાઓ અને ઈન્સુલિનના ડોઝ એડ્જસ્ટ કરવા જરૂરી છે. જો તમારું શુગર લેવલ નિયંત્રણમાં હોય તો કોવિડથી ગંભીર રીતે સંક્રમિત થવાનું જોખમ ઘણુ ઓછું છે. ઓક્સીજન લવેલ યોગ્ય હોય તો આઈસોલેશનમાં પણ એક્ટિવ રહો. રૂમમાં જ દિવસમાં 2 વખત 6-6 મિનિટ એક્સર્સાઈઝ કરો. એક્સર્સાઈઝ કરતાં પહેલાં અને પછી ઓક્સીજન લેવલ ચેક કરો. દિવસ દરમિયાન 4 વખત શુગર લેવલ ચકાસો. સવારે ખાલી પેટ, બપોરે ભોજન લીધા પછી, ડિનર પહેલાં અને ડિનરના 2 કલાક બાદ. રીડિંગ નોટ કરો. હોમ આઈસોલેશનમાં હો અને તબિયત સારી હોય તો પ્રયત્ન કરો કે પ્રથમ દિવસે સ્ટેરોઈડના ઈન્જેક્શન ન લો. જો ઓક્સીજન લેવલ ઓછું થઈ રહ્યું છે તો ડૉક્ટરની સલાહ લો. પોતાની ડાયટમાં પ્રોટીનનો ઈન્ટેક વધારો. કોવિડના હળવાં લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહી શકે છે. પોતાની નિયમિત દવાઓ સમયસર લો. હળવાં લક્ષણો ધરાવતા દર્દીઓ કોવિડની કોઈ દવા ન લે. ડૉક્ટરની સલાહ બાદ જ દવા ન લો. ઓક્સીજન સેચ્યુરેશન ચેક કરતાં રહો. લેવલ ઓછું થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો. ઘણા પ્રકારની દવાઓ હૃદય અને કિડની માટે ઘાતક હોય છે. ડૉક્ટરની સલાહ વગર તે ન લો. કોલેસ્ટેરોલની દવાઓ લેતાં રહો. ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું કરો. મીઠાંનું સેવન ઓછું કરો.
