કોરોનાથી બચવા માટે જ નહિ પરંતુ કોરોનાના દર્દીઓ માટે પણ સ્ટીમ ફાયદાકારક ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ સ્ટીમ લેતી સમયે આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ગયા 1 વર્ષથી વધુ સમયથી જયારે કોરોના વાયરસ સામે આવ્યો છે તો ઘણી સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટીમ ઇન્હેલેશ એટલે ભાપથી શ્વાસ દ્વારા નાક અને મોઢાથી શરીરની અંદરથી કોવિડ-19નો વરાળ લોડ ઓછો થાય છે. પરંતુ આ પુરી રીતે ખોટું છે કે સ્ટીમ કોરોના વાયરસને મારી શકે છે. આ માત્ર કોરોનાથી લડવામાં તમારી મદદ કરે છે. તમારા માટે એ જાણવું જરૂરી છે કે વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO) અને અમેરિકાના સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)માથી કોઈએ પણ કોરોનાના ઈલાજ માટે આની સલાહ આપી નથી. હાલમાં જ CDCના એક પ્રતિનિધિએ એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે , સ્ટીમ લેવાની પ્રક્રિયા ખુબ રિસ્કી છે અને એનાથી દાજી જવાનો ખતરો રહે છે. સાથે જ એ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ કોરોના વાયરસથી બચાવી શકે છે.
સ્ટીમ લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- તમારે જાતે પણ સ્ટીમ લેતી વખતે અથવા બાળકોને સ્ટીમ આપતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, નહીં તો ગરમ સ્ટીમથી દાજી જવાનો ખતરો રહે છે.
- ધ્યાન રાખો કે ગરમ પાણી વાસણમાંથી બહાર આવતું નથી અને તમે અને તમારા બાળક બંને આ ગરમ પાણીથી સુરક્ષિત અંતરે હોવું જોઈએ.
- પોતાના નાક અને ચહેરાને સ્ટીમરના નોઝલ અથવા મોની નજીક ન લઇ જાઓ
- સ્કીમ લેતી વખતે તમારી આંખો બંધ કરો
- જો તમે સ્ટીમરની જગ્યાએ ગરમ પાણીના વાસણનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેના વિશે પણ વધારે કાળજી લો.
- દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ ન લો કારણ કે સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ હોઈ શકે છે.