સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ દેશમાં પણ તબાહી મચાવી રહ્યો છે. જ્યારે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે શ્વસન માર્ગ સુધી પહોંચે છે જે બળતરા અને કળતરનું કારણ બને છે જેથી દરેકે દરેક વ્યક્તિએ ઘરે રહેવું અને તમામને સ્વસ્થ રહેવા વધુને વધુ સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે યોગ્ય આહાર અને અને કસરત કરવાથી આપણાં શરીર અને દિમાગને તંદુરસ્ત રહેવાની ખાતરી મળે છે, ત્યારે શ્વસનતંત્રને મજબૂત બનાવવું પણ મહત્વનું છે જે વાયરસના કારણે સૌથી વધુ નુકશાન થાય છે. તો, કેવી રીતે તમે તમારું શ્વસન તંત્રને મજબૂત કરશો? સૌ સામાન્ય છતાં અસરકારક શ્વસન કસરત કરીને કોરોના વાયરસમાં બગડતા હાલતને કારણે આજે લાખો લોકો રોજ સંક્રમિત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ હજારો લોકોનો જીવ જઈ પણ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે ના તો હોસ્પિટલમાં બેડ છે કે ના તો ઓક્સિજન છે. બીજી તરફ શ્મશાનઘાટોમાં પણ લાંબી કતારો જોવા મળી છે. ત્યારે આ પરિસ્થિતિમાં કોરોના વાયરસના નિયમોનું પાલન કરે તેટલું જરૂરી છે. તેટલું જ ફેફસાનો ખ્યાલ રાખવાનું.
નાડી શોધન આસનનો ફાયદો
આ આસન દ્વારા ફક્ત ફેફસા પર જોવા મળ્યો છે, પરંતુ તે તમને એન્ઝાયટીને દૂર કરવાનું કામ પણ કરે છે. આ સિવાય તે શરીરની સફાઈ પણ કરે છે. સાથે સાથે તેના દ્વારા તે શરીરની સફાઈ પણ કરે છે. સાથે તે તેના દ્વારા તમારું શરીર પણ તંદુરરસ્ત રહે છે. તો આવો જાણીએ નાડી શોધન પ્રાણાયામ કરવાની રીત.
- આ આસન કરવા માટે તમારે જમીન પર ચોકડી મારીને બેસવું પડે છે
- પછી ધીરે ધીરે શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાનો છે
- ત્યારે પોતાના જમણાં હાથના અંગૂઠાથી પોતાની જમણી તરફના નાકને બંધ કરીને પોતાના બીજા હાથને પોતાના ઘૂંટણ પર રાખો
- ત્યાર પછી પોતાના નાકના ડાબી બાજુના ભાગથી શ્વાસ લો અને જમણી બાજુંના નાકને આંગળીથી દબાવીને જમણઈ બાજુથી શ્વાસ છોડો
- ત્યાર બાદ એક એક કરીને બન્ને નાકના પોલાણથી આવી રીતે રીતને ફરીથી કરો.
એબ્ડોમિનલ બ્રિથિંગ
આ આસનથી તમારા શરીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે. એબ્ડોમિનલ બ્રિથિંગના કારણે હ્રદયના ધબકારાની રફ્તાર ઘટે છે અને તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત રહેવા લાગે છે. આ સિવાય સ્ટ્રેચિંગને પણ આસાન બનાવે છે અને તમને તણાવમુક્ત કરે છે. અહીં જાણી લો આ એબ્ડોમિનલ બ્રિથિંગ કરવાની પ્રક્રિયા
- સૌથી પહેલાં તમે જમીન પર પીઠ રાખીને સૂઈને જાઓ
- હવે તમે એક હાથ પોતાની ડૂંટી પર અને બીજો હાથ હ્દય પર રાખો
- નાકથી શ્વાસ લેવાના શરૂ કરો અને જુઓ કે તમારું પેટ કયા પ્રકારની પ્રક્રિયા કરી રહ્યું છે.
- હવે પેટના મસલ્સનો ઉપયોગ કરીને મોંઢાથી શ્વાસ છોડવાનું શરૂ કરો
કપાલભાતિ પ્રાણાયામ
કપાલભાંતિ પ્રાણાયમમાં શ્વાસ છોડવાની પ્રક્રિયા ફટાફટ કરવામાં આવે છે. આ ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે. કપાલભાતિને કેટલાક લોકો શરીર સાફ કરવાનું આસાન ગણાવે છે. આ આસનથી લોહી સાફ થાય છે. આ આસાન નિયમિત કરવાથી ફેંફસાં અને મસલ્સ પણ મજબૂત રહે છે. જાણી લો આ કપાલભાંતિ કઈ રીતે કરી શકાય.
- આ આસન કરવા માટે સૌ પ્રથમ તમારે પધ્માસનની મુદ્દામાં બેસવું પડશે.
- આ આસનમાં તમારી કમર એકદમ સીધી રહે એ સૌથી વધુ અગત્યનું છે.
- હવે તમે તમારા નાકથી શ્વાસ લેવાનું શરૂ કરો, જ્યારે પણ શ્વાસ છોડો ત્યારે ડૂંટીને પેટની રીઢની તરફ ખેંચવાનું શરૂ કરો.
- એ ધ્યાન રાખજો કે, આ સમયે તમારે જલદીથી શ્વાસ છોડવાનો છે.
- તમે આ પ્રકારે શ્વાસની પ્રક્રિયા એક સાથે 10 વાર કરી શકો છો.