કોરોના વાઇરસ પર લગાવવા માટે રસી જ એકમાત્ર હથિયાર છે. તેની જરૂરિયાતને જોતા ભારતમાં પણ હવે 1 મેના રોજથી 18 વર્ષના ઉપરના લોકોને રસી લગાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે રસીને લઇ લોકોના મનમાં અત્યારે પણ અનેક પ્રશ્નો છે. જેમ કે રસી લીધા પહેલા કોરોનાના લક્ષણ દેખાય, તો શું કરવું જોઇએ. અથવા રસીની પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થઇ જાય, તો શું કરવું જોઇએ. હેલ્થ એક્સપર્ટથી જાણીએ આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ…અમેરિકાના જોન્સ હોપકિંસ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીમાં ચેપી રોગના વિશેષજ્ઞ ડોક્ટર અમેશ અદલજાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે COVID-19 થવા અથવા તેના લક્ષણ દેખાવા પર વેક્સિન અપોઇન્ટમેન્ટ ટાળી દો. તેના પાછળનું કારણ એ છે કે તમારો ચેપ વેક્સિન સેન્ટર પર બીજાને ના લાગે. રસીની અપોઇન્ટમેન્ટ આપતા પહેલા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. આ ઉપરાંત રસીકરણ સેન્ટર પર અંદર જતા પહેલા વ્યક્તિની સ્ક્રીનિંગ કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારના લક્ષણ દેખાતા ડોક્ટર પોતે પણ તમારી અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી શકે છે. CDCની ગાઇડલાઇન મુજબ COVID-19ના દર્દીઓને રસી લેવા માટે ત્યાં સુધી રાહ જોવી જોઇએ, જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ ના થઇ જાય અને આઇસોલેશનમાંથી બહાર ના આવી જાય.
