ગરમીની ઋતુ આવતા જ સ્કિન પ્રોબ્લમ શરૂ થઈ જાય છે. અસહ્ય તડકો અને પરસેવાના કારણે ઘણા લોકોને ફોલ્લીઓ અને સર્ન બર્નની સમસ્યાથી જૂજી રહ્યા હોય છે. આ ઋતુમાં સ્કિન સેંસેટિવ થઈ જાય છે. એવામાં કેટલાક લોકો આ પ્રાકરની સમસ્યાથી છૂટકારો મેળવવા પાવડર તથા ક્રિમનો ઉપયોગ કરે છે. પરંતુ કોઈ ખાસ ફરક પડતો નથી. તો ચાલો આજે અમે તમને બતાવીએ ઘરગથ્થુ ઉપાયો જેથી તુરંત મળશે રાહત.સ્કિન પ્રોબલેમ્સથી છૂટકારો મેળવવા એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેફોલ્લીઓને ઠીક કરવામાં મદદ કરશે. એલોવેરા જેલમાં હિલિંગ પ્રોપર્ટીઝ હોય છે જે રેડનેસ અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો અને સવારે પાણીથી તેને ધોઈ નાંખો.ચંદનમાં કૂલિંગ પ્રોપર્ટીઝ હોય છે જે ફોલ્લી એને રેશિસને ઠીક કરે છે. ચંદન પાવડર અને પાણીને ભેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે.લીમડામાં ઔષધીય ગુણ હોય છે. લીમડાને પીસીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. તેમાં એંટી માઈક્રોબિયલ અને એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે તે ખંજવાળ અને બળતરાથી રાહત અપાવે છે.ગુલાબ જળમાં પાણી અને મધ ભેળવીને પેસ્ટ બનાવીને ફ્રીઝમાં આઈસ ક્યૂબના રૂપમાં જમાવી લો. ગુલાબ જળ તમારી સ્કિનના પીએચને બેલેંસ કરવામાં મદદ કરે છે. સાથે જ ઓઈલ કાઢવામાં પણ મદદ કરે છે.
