પ્રેગ્નન્સી દરમિયાન એક દિવસમાં અડધો કપ કોફી પણ પીવો છો તો બાળક કદમાં નાના જન્મી શકે છે. આ દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના અનુસાર, જન્મના સમયે બાળક કદમાં નાના હોય છે તો ભવિષ્યમાં મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું જોખમ રહે છે. સંશોધકોએ 2,000થી વધારે વિવિધ દેશોની મહિલાઓને રિસર્ચમાં સામેલ કરી. 12 વિવિધ જગ્યાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ થવા માટે 8થી 13 સપ્તાહની પ્રેગ્નન્ટ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ મહિલાઓ નોન-સ્મોકર્સ હતી અને પ્રેગ્નન્સી પહેલા કોઈપણ બીમારીથી પીડાતી નહોતી. સંશોધકોએ સલાહ આપી છે કે, ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેફીનવાળી વસ્તુ જેવી કે ચા-કોફી અને એનર્જી ડ્રિંક્સ લેવાનું ટાળવું. તેમજ હેલ્થ એજન્સી NHSના જણાવ્યા પ્રમાણે, ગર્ભવતી મહિલાઓએ 200mlથી વધારે કેફીન ન લેવું જોઈએ.
