લગ્નજીવનમાં યુગલો વચ્ચે પ્રેમ અને રોમાન્સ હોવો એ સામાન્ય બાબત છે. લગ્ન પછી, કેટલાંક યુગલો દરરોજ રોમાન્સ કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાંક લોકો તો એવાં પણ છે કે, જેઓ રોજ નહીં પરંતુ અઠવાડિયામાં 2 અથવા 3 વખત શારીરીક સંબંધ માણતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે રોમાન્સ કરવો એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. રોજ પાર્ટનર સાથે શારીરિક સંબંધ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દૈનિક રોમાન્સના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. એક સંશોધન મુજબ રોમાન્સ અથવા શારીરિક સંબંધ એ સારી કસરત છે. તેનાથી શરીરમાં ઉર્જા આવે છે, મેદસ્વીપણું પણ ઓછું થાય છે. શારીરિક સંબંધ બનાવીને લગભગ 7500 કેલરી બળી શકાય છે. શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાં ઓક્સીટોસિન અને એન્ડ્રોફિન જેવા તત્વોનું ઉત્પાદન કરે છે, જે તણાવ અને થાકને દૂર કરે છે. રોમાન્સ કરવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત, રક્ત પરિભ્રમણ પણ યોગ્ય છે. શારીરિક સંબંધ બનાવવાથી શરીરમાં રોગો સામે લડવાની શરીરની ક્ષમતા વધે છે. આ સાથે જ સાંધાનો દુ:ખાવો અને આધાશીશીને લગતી સમસ્યાઓથી પણ રાહત મળે છે. જે મહિલાઓને પીરિયડ્સ, નિયમિત ન હોવાની સમસ્યા હોય છે. તેમની માટે શારીરિક સંબંધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી શરીર અને મનને પણ રાહત મળે છે.
