જો આપ શારીરિક રીતે નબળા છો અને કામ કરતા કરતા થાકી જાવ છો, આ ખબર બિલ્કુલ આપના માટે છે.અહીં અમે આપને લવિંગવાળા દૂધની વાત કરવા જઈ રહ્યા છીએ. આમ તો દૂધ અને લવિંગનું અલગ અલગ સેવન કરવાથી ફાયદો મળે છે. પણ આપ જો આ બંનેને એક સાથે લેશો, કેટલીય બિમારીઓથી બચી જશો. સૌથી પહેલા જોઈએ કે દૂધ અને લવિગમાં કેવા કેવા પોષકત્તત્વો હોય છે.ડોક્ટર મુલતાનીના જણાવ્યા અનુસાર દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને રાઈબોફ્લેવિન મળે છે. સાથે જ વિટામીન એ, ડી, કે ઈ સહિત ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયોડીન તથા કેટલાય ખનીજ અને ઊર્જા પણ હોય છે. કેટલાય એંજાઈમ અને અમુક જીવીત કોશિકાઓ પણ મળે છે આ તમામ આપણા શરીર માટે કેટલીય બિમારીથી બચાવશે.ડોકટર્સના જણાવ્યા અનુસાર લવિંગમાં વિટામીનની સાથે સાથે અન્ય મિનરલ્સ પણ મળી આવે છે. તેમાં ઝિંક,કોપર, મેગ્નેશિયમ યોગ્ય માત્રામાં મળી આવે છે. જે શરીરમાં ખૂબ જ ફાયદો પહોંચાડે છે. આ ઉપરાંત તેમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેડ્સ, કેલ્શિયમ અને સોડિયમ એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે.
