કોઈ મહિલા પહેલી વખત ગર્ભવતી થાય ત્યારે તેના મનમાં ઘણા સવાલો ઊઠતા હોય છે અને તેથી તે બધાની વાત માનવા લાગે છે. અમે તમને ગર્ભાવસ્થા જોડાયેલી કેટલીક માન્યતાઓ અને તેની હકીકત અહીં જણાવી રહ્યા છીએ. ગામડાંઓમાં આ માન્યતા ખૂબ પ્રચલિત છે. પરંતુ હકીકતમાં ગર્ભવતી મહિલામાં લોહીની ઊણપ હશે તો મા-બાળક બંનેને જોખમ છે. આયર્ન ટેબ્લેટને બાળકના રંગ સાથે કોઈ લેવાદેવા નથી. આ પણ એક માન્યતા છે. જો ગર્ભવાસ્થામાં કોઈ મુશ્કેલી હોય અને ડૉક્ટર બેડ-રેસ્ટ કરવાની સલાહ આપે તો બરાબર છે. બાકી એક ગર્ભવતી મહિલાએ સામાન્ય દિનચર્યા અપનાવવી જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ ઍક્ટિવ રહેવું જોઈએ. આનાથી બાળકનો જન્મ સરળ બને છે અને મહિલાનું વજન પણ અતિશય વધવાથી રોકી શકાય છે. આવનાર બાળક માટે તે સલામત નથી – આ એક બહુ જ મોટો ભ્રમ છે. ઘણી વખત ગર્ભમાં વિકસી રહેલા બાળકમાં કોઈ વિકૃતિ હોય કે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ જટિલ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો તેને અલ્ટ્રાસાઉન્ડની મદદથી જાણી શકાય છે. જેને સમય સાથે સુધારી શકાય છે. આવામાં ડૉક્ટરની સલાહ મુજબ સમયે સમયે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું અત્યંત જરૂરી છે.
