આપણે આપણા પાર્ટનરને કિસ કરવાનું વિચારીએ ત્યારે તેની સાથે સંબંધિત બિમારીઓનો ખ્યાલ સુદ્ધાં આપણા મગજમાં નથી આવતો. કિસ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે જેને આપણે ક્યારેય સ્વાસ્થ્ય સાથે જોડીને નથી જોતા. કદાચ આનુ કારણ એ પ્રચલિત વિચારધારા જ છે જેમ આપણે કોઇની સાથે શારીરિક સંબંધ બાંધતા પહેલા તેની મેડિકલ હિસ્ટ્રી ચકાસતા નથી. પરંતુ કિસ કરતા પહેલા પણ આપણી પાસે આવી જ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે અસ્વસ્થ વ્યક્તિને કિસ કરો છો તો તમે નીચે જણાવેલી બિમારીઓનો શિકાર બની શકો છો. જો તમને શરદી કે ખાંસી (ઈન્ફલ્યુએન્ઝા) છે અને તમે તમારા પાર્ટનરને કિસ કરો છો તો તમારા શરીરના જર્મ્સ તમારા પાર્ટનરના શરીરમાં જાય છે. જેના કારણે તમારા પાર્ટનરને પણ શરદી-ખાંસી થઇ શકે છે. માંસપેશીઓમાં દુખાવો, માથઆમાં દુખાવો અને ગળામાં ખરાશ તથા તાવ તેના લક્ષણો છે. કિસ કરવાથી હર્પિસ ફેલાઇ શકે છે અને તેનાં પરિણામે મોઢાની અંદર અને બહાર ચાંદા પડી જાય છે. કિસ કરતી વખતે જ્યારે એક વ્યક્તિના મોઢાની લાળ બીજા વ્યક્તિના મોઢામાં જાય છે. તેથી મોઢાના બેક્ટેરિયા ફેલાવાનો ડર પણ હોય છે. જેના કારણે હોઠ અને જીભમાં ચાંદા પડવાની સમસ્યા થઇ શકે છે. મેનિન્ઝાઇટિસના સૌથી સામાન્ય લક્ષણ માથામાં દુખાવો તથા ગરદન જકડાઇ જવાની સાથે તાવ આવવો છે. આ સમસ્યા વાયરસ, બેક્ટેરિટા તથા અન્ય સૂક્ષ્મજીવોના સંક્રમણના કારણે થઇ શકે છે. આ બેક્ટેરિયા કિસ કરવાથી સરળતાથી ફેલાઇ શકે છે. તે શરદી, ફ્લૂ અને ઓરીને સંદર્ભિત કરે છે. એક જ રૂમમાં તેનાથી સંક્રમિત વ્યક્તિ સાથે રહેવાથી પણ તે તમારા શરીરને સંક્રમિત કરી શકે છે. પરંતુ કિસ કર્યા બાદ આ વાયરસથી સંક્રમિત થવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
