કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી શારીરિક – માનસિક રીતે બાળક માટે તૈયાર થઈ રહી હોય છે. આવા સમયમાં તે ઘણી વખત પોતાનું ધ્યાન નથી રાખી શકતી. અથવા જ્યારે ધ્યાન જાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે વાળ તો ઘણા ખરી ગયા છે અથવા તો ત્વચા બહુ રુક્ષ બની ગઈ છે.
૧. વાળ ખરવા- ગર્ભાવસ્થા દરમિયાન વાળ ખરવા એક સામાન્ય તકલીફ છે. બાળકના જન્મ પછી તો આ મુશ્કેલી વધી જાય છે. આનું કારણ છે હોર્મોનલ ફેરફાર, પ્રોટીન અને આયર્નની ઊણપ. ખરેખર તો આ સમય દરમિયાન પ્રોટીન, મિનરલ્સ, વિટામિન, આયર્નની જરૂર તમારા શરીરને પણ હોય છે અને બાળકને પણ.
૨. ત્વચા રુક્ષ થવી – ગર્ભાવસ્થા દરમિયાન ત્વચા ખૂબ સૂકી થઈ જાય છે. ઘણી મહિલાઓને તો રેશીઝ પણ થઈ જાય છે. હાર્મોનલ ફેરફાર અને ડિહાઇડ્રેશન આનું મુખ્ય કારણ છે. પોષક તત્ત્વોની ખામીના કારણે પણ ત્વચા રુક્ષ થઈ જાય છે. ર્ભાવસ્થા દરમિયાન ખૂબ પ્રવાહી પદાર્થો લો. ફક્ત પાણી નથી પી શકાતું તો નારિયેળ પાણી, જ્યુસનું પ્રમાણ વધારી દો. આનાથી ત્વચા હાઇડ્રેટેડ રહેશે. રોજ સવાર-સાંજ ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરો. જેવું તમે ખાશો તેવી અસર તમારી ત્વચા પર પણ પડશે. આથી ખાનપાનમાં ખાસ ધ્યાન રાખો.