ઘણા લોકોમાં ફાંદ વધે છે. આપણી આસપાસ પણ ઘણા લોકો છે જે પેટની વધતી ચરબીની સમસ્યાથી પરેશાન છે. હકીકતમાં, વિજ્ઞાનની ભાષામાં પેટની ચરબી વધવાને એબડોમિનલ ઓબેસિટી કહેવાય છે. આમાં, પેટની ચરબી વધે છે, જેના કારણે આપણી કમરનું કદ વધે છે. ફાંદ વધવી એ શરીરમાં ફેટ વધવુ એમ માનવામાં આવે છે. ચરબી શરીર માટે મહત્વપૂર્ણ છે, પરંતુ જો તે વધારે હોય તો તે સમસ્યાઓનું કારણ પણ બને છે. પેટની ચરબીમાં વધારો હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે અમે તમને 5 કારણો વિશે જણાવીશું, જેનાથી આપણી તોંદમાં વધારો થાય છે – પેટની ચરબી વધવા માટેનું સૌથી મોટું કારણ વધુ કેલરી લેવાનું છે. જો તમે તમારી જરૂરિયાત કરતા વધારે કેલરી લેશો, તો તમારું વજન વધશે અને તોંદની સંભાવના વધશે. આ સાથે જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરની ફેટ બર્ન કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે, જેના કારણે પેટની ચરબીની સમસ્યા રહે છે. કેટલીકવાર હોર્મોન્સને લીધે આપણા શરીરમાં અમુક જગ્યાએ ચરબી જમા થાય છે. ઉદાહરણ તરીકે, સ્ત્રીઓમાં મેનોપોઝ પછી, તેમના શરીરમાં એસ્ટ્રોજનની માત્રા ઓછી થાય છે. આ સ્થિતિમાં, તેમના પેટની આજુબાજુ વધુ ચરબી જમા થશે. તે જ રીતે, પુરુષોમાં શરીરની ફેટ ડિસ્ટ્રીબ્યુશનની સમસ્યાને કારણે, પેટની ચરબી વધે છે. આપણા શરીરમાં હોર્મોન્સનું સ્તર પણ ફાંદની સમસ્યાનું કારણ બને છે. ખરેખર આપણા શરીરમાં એક હોર્મોન જોવા મળે છે, લેપ્ટિન. આ હોર્મોન શરીરમાં ખોરાક ખાધા પછી પેટ ભરવાનો સંદેશ આપે છે. જો તમારા શરીરમાં લેપ્ટિનનો અભાવ છે, તો પછી શક્ય છે કે તમને પેટ ભરાયુ છે તેવો અહેસાસ મોડો થશે અને તમે વધુ ખોરાક લેશો. આને કારણે શરીરમાં ચરબી જમા થાય છે અને પેટ વધશે. આજકાલ તાણ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ તાણને લીધે આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે. જેના કારણે આપણા પેટની આસપાસ ચરબી એકઠા થવાની સમસ્યા રહે છે, જેને આપણે ફાંદ કહીએ છીએ. ઉપરાંત, જેમ જેમ પેટ વધતું જાય છે તેમ, વધુ કોર્ટિસોલ વધશે અને વધુ ફાંદ વધશે. આ સિવાય બાયપોલર ડિસઓર્ડર અને સ્કિઝોફ્રેનિઆની સમસ્યામાં પણ મનુષ્યમાં પેટની ચરબી વધવાની સમસ્યા થઇ જાય છે.
