જેમ જેમ પ્રસૂતિની તારીખ નજીક આવતી જાય તેમ તેમ બેચેની વધવા લાગે છે, શું થશે, કેમ થશે જેવા અનેક સવાલ ગર્ભવતી સ્ત્રીને ઘેરી લે છે. તમારી તમામ તૈયારીઓ સાથે હૉસ્પિટલ બેગ પણ તૈયાર કરી લો. તમે હૉસ્પિટલમાં જશો એકલાં, પણ આવશો નવજાત બાળક સાથે. આવામાં હૉસ્પિટલ અને ત્યાંથી ઘરે પાછાં ફરો ત્યાં સુધીની જરૂરી તૈયારીઓ અગાઉથી કરી લેવી જરૂરી છે.
ચેકલિસ્ટ –
મા માટે – મોજાં, સ્લિપર્સ, આરામદાયક ટી-શર્ટ, પાયજામા, અંડર ગાર્મેન્ટ્સ, કાન ઢાંકવા માટે સ્કાર્ફ, શાલ, લુઝ ફિટિંગવાળી મૅક્સી, મોબાઇલ ફોન. ચાર્જર.
જન્પ પછી – નર્સિંગ બ્રા, નર્સિંગ ટેંક ટોપ્સ, નિપ્પલ બામ, બ્રેસ્ટ પેડ્સ, ઓર્ગેનિક પેડ્સ, ઓર્ગેનિક ક્લિન્ઝિંગ સ્પ્રે.
બાળક માટે – બ્લેંકેટ, બર્પ રેગ્સ, નેઇલ ક્લિપર, નાની ટોપી, મોજાં, કપડાંનો સેટ, ડાયપર્સ, વાઇપ્સ.
ટોઇલેટરી – ટુવાલ, વેટ વાઇપ્સ, કાંસકો, ક્રીમ, ટૂથ બ્રશ-પેસ્ટ, ડ્રાય શેમ્પૂ, ડિઓડરન્ટ જોકે હૉસ્પિટલ બેગની જરૂર ડ્યુ ડેટ પહેલાં પડે છે પણ ઘણી વખત કોઈ જટિલ પરિસ્થિતિ ઊભી થાય તો પ્રી-મેચ્યોર ડિલિવરી પણ કરાવવાની જરૂર પડી શકે છે, આથી 7મા મહિનાથી જ હૉસ્પિટલમાં જરૂરી વસ્તુઓ રાખવાની શરૂ કરી દેવી જોઈએ.