હોલિકા દહન પર કરવામાં આવતી પૂજા જીવનમાં આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરે છે. હોળી દહનની રાતને પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જે લોકોના જીવનમાં ધન, દેવુ, રોગ, કરિયર અને બિઝનેસને લગતી મુશ્કેલીઓ આવતી જ રહે છે, તેઓ હોલિકા દહનના દિવસે કેટલાંક ચમત્કારી ટોટકા અથવા ઉપાય કરી તમામ પરેશાનીઓથી છૂટકારો મેળવી શકે છે. ચાલો જાણીએ હોલિકા દહનના સમયે કયા લાભકારી અથવા ચમત્કારી ઉપાયો કરી શકાય છે.હોલિકા દહન બાદ રાતે 12 વાગ્યે કોઇ પીપળાના વૃક્ષ નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઇએ. આમ કરવાથી ભાગ્ય સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઇ જાય છે.હોલિકા દહનના સમયે સમગ્ર પરિવાર સાથે હોલિકાની ત્રણ અથવા સાત વાર પ્રદક્ષિણા કરવાથી સ્વાસ્થ્યની સાથે જ ધન લાભ પણ મળે છે. હોળી રમતા પહેલા કોઇ મંદિરમાં દેવી-દેવતાઓને ગુલાલ ચડાવવુ જોઇએ અને ભગવાન સમક્ષ પોતાની સમસ્ત મુશ્કેલીઓ જણાવવી જોઇએ. આમ કરવાથી જલ્દી જ તમામ સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે. હોલિકા દહન બાદ બીજા દિવસે હોલિકાની રાખથી પુરુષોને તિલક લગાવવુ જોઇએ. સાથે જ મહિલાઓને આ રાખને પોતાની ગરદન પર લગાવવી જોઇએ. આ ચમત્કારી ઉપાય ખરાબ નજરથી બચાવે છે. હોળીના દિવસે સવારે સ્નાન કરીને શંકર ભગવાનના મંદિરમાં જાઓ અને ત્યાં પાન પર સોપારી અને હળદરની ગાંઠ મુકીને ભોળેનાથને ભોગ લગાવો. તે બાદ સાંજે શિવલિંગ પાસે દીવો પ્રગટાવો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓથી છૂટકારો મળી જાય છે.
