ગાંધીનગર: ગુજરાતમાં 8મી જૂનને સોમવારથી શરૂ થનારા મંદિરો, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, હોટલો અને મોલ્સ કેવી રીતે ખૂલશે તે અંગે ગુજરાત સરકારે અભ્યાસ શરૂ કર્યો છે. કેન્દ્રની ગાઇડ લાઇનના આધારે ગુજરાત સરકાર રાજ્ય માટેના નિયમો બનાવશે. કેન્દ્રની ગાઇડલાઇનમાંથી કોઇ બાબતનો છેદ નહીં ઉડાવી શકે પરંતુ રાજ્ય સરકાર લોકો માટે વધુ નિયંત્રણો મૂકૂ મૂકી શકે છે.મુખ્યમંત્રી ઓફિસના સૂત્રોએ કહ્યું હતું કે 8મી જૂનથી જે શરૂ કરવામાં આવી રહ્યું છે તેમાં કોરોના સંક્રમણનો વધારે ભય હોવાથી વધારે સાવધાની રાખવામાં આવશે.
આ તમામ સ્થળોએ પ્રત્યેક વ્યક્તિ માટે માસ્ક, સેનેટાઇઝરની સુવિધા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજીયાત છે. આ પાલનનો ભંગ કરનારી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી સાથે તેને બંધ કરવા સુધીના પગલાં લેવાશે.ધાર્મિક સ્થાનો, હોટલો, રેસ્ટોરન્ટ તેમજ મોલ્સ માટે ગુજરાતના નિયમો કંઇક આવા નક્કી થઇ રહ્યાં છે.રેસ્ટોરન્ટ્સ: બેઠકની ક્ષમતાના 50% કરતા વધારે ગ્રાહકો નહીં. હોટલના મેનુ સિંગલ યુઝ હોવા જોઇશે, બીજીવાર વાપરી નહીં શકાય.કાપડ નેપકિન્સને બદલે સારી ક્વોલિટીના પેપર નેપકિન્સ વાપરવાના રહેશે.વ્યક્તિ વચ્ચે છ ફુટની દૂરી જરૂરી છે. વડીલો, ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકોએ જવું નહીં જોઇએ. થોડાં સમયના અંતરે હાથ ધોવા જવું જોઇએ. રેસ્ટોરન્ટના સ્ટાફે હાથ અને મોંઢુ ઢાંકીને કામ કરવું પડશે.
બે બેઠકોની વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે.ધાર્મિક સ્થાનો:મૂર્તિ કે પવિત્ર પુસ્તકો કે ઘંટડીને સ્પર્શ કરવાની મંજૂરી નથી.ભક્તિપૂર્ણ સંગીત, ગીતો અને ગાયક જૂથો ચલાવવાની મંજૂરી નથી.અભિવાદન કરતી વખતે શારીરિક સંપર્ક ટાળો. એક સાથે ઘણાં બઘાં લોકોએ એકત્ર થવાનું નથી.ખાંસી, તાવ કે રોગના લક્ષણો હોય તો મંદિરમાં પ્રવેશ નહીં.જૂતાં ગાડી કે પોતાના વાહનમાં ઉતારીને મંદિરમાં જવું પડશે.મંદિર પરિસરમાં થૂંકવાની સખ્ત મનાઇ છે.સામાન્ય સમૂહ પ્રાર્થના નહીં કરી શકાય.કોઈ પ્રસાદ કે જળનો છંટકાવ નહીં કરવો.મંદિરમાં બેસવા માટે ચટાઇ લઇ જવાની રહેશે. પ્રવેશદ્વાર પર સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજીયાત કરવાની રહેશે.શોપિંગ મોલ્સ:તમામ એસી ડિવાઇસીસનું સેટિંગ 24 થી 30 સેન્ટીગ્રેડની રેન્જમાં હોવું જોઈએ, સંબંધિત ભેજ 40 થી 70% ની રેન્જમાં હોવો જોઇએ. ગેમિંગ આર્કેડ્સ, ચિલ્ડ્રન પ્લેએરિયા, મોલની અંદર સિનેમા હોલ બંધ રાખવાના છે.ફૂડ કોર્ટ્સ અને રેસ્ટોરન્ટમાં બેસવાની ક્ષમતાના 50% કરતા વધારે નહીં.મોલ્સને સેનેટાઇઝ કરવો પડશે. સેનેટાઇઝ ચેનલ હોય તો તેનો ઉપયોગ કરવો પડશે.હોટલો:ફક્ત એસિમ્પટમેટિક સ્ટાફ અને અતિથિઓને મંજૂરી.સ્ટાફ અને અતિથિઓને પ્રવેશની મંજૂરી ફક્ત ત્યારે જ આપવામાં આવે જ્યારે ચહેરા પર માસ્ક પહેર્યો હોય.
રૂમમાં સામાન મોકલતા પહેલા સામાનનું સેનેટાઇઝેશન થવું જોઇએ.વૈકલ્પિક પગલાં રૂપે એસ્કેલેટરના પગથિયા પર એક જ વ્યક્તિને મંજૂરી.ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ સ્થળોએ સેનેટાઇઝર અને થર્મલ સ્કેનિંગ ફરજીયાત છે. જે કોઇ વ્યક્તિને લક્ષણો હોય કે તાવ, શરદી કે છીંક આવે તો તેને પ્રવેશ આપવાનો રહેતો નથી. આ નિયમોનું પાલન તમામ જગ્યાએ કરવાનું થાય છે. થર્મલ સ્કેનિંગ ખૂબ આવશ્યક એટલા માટે છે કે કોરોના વાયરસના લક્ષણો ધરાવતો કોઇ વ્યક્તિ આવી જાય તો તમામ લોકો સંક્રમિત થઇ શકે છે. હોટલ, રેસ્ટોરન્ટ, મોલના સંચાલક અને વ્યવસ્થાપકો તેમજ મંદિરના ટ્રસ્ટી કે પૂજારીઓને આરોગ્યના તમામ નિયમો લાગુ પડશે.