ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વિક્રમી ગતિએ વધતા જાય છે અને હવે દર્દીઓનો રોજનો આંકડો 800 સુધી પહોંચવામાં આવ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ પણ કોરોના સંક્રમણથી બાકાત નથી. આ પરિસરમાં પણ પોઝિટીવ કેસો આવતાં હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાનો પગપેસારો થતા કામકાજ બંધ રાખવાની ફરજ પડી છે. ગુજરાત હાઇકોર્ટના 6 કર્મચારી અને 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હાઇકોર્ટના પરિસરમાં ફફડાટ ફેલાયો છે.
કોરોનાના કેસ સામે આવતાં ગુજરાત હાઇકોર્ટમાં 8 થી 10 જુલાઇ સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં હાઇકોર્ટની બિલ્ડીંગ, હોલ અને પરિસરને ત્રણ દિવસ બંધ રાખીને સેનિટાઇઝ કરવામાં આવશે.