મહિંદ્રા એંડ મહિંદ્રા ભારતમાં વર્ષ 2019 સુધી કંપની પોતાની જાવા બ્રાન્ડ હેઠળ બનનાર મોટરસાઈકલ લૉન્ચ કરશે। જાવા લોકપ્રિય બાઈક કંપની છે અને મહિંદ્રાએ કંપનીમાં ભાગીદારી ખરીદી લીધી છે. ભારતમાં જાવા મોટરસાઈકલને આ જ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે, જેની માર્કેટિંગની જવાબદારી મહિંદ્રા પોતે ઉપાડશે.
ભારતમાં જે પહેલું મોડલ વેચાણ માટે આવશે તેનું નામ Jawa 350 હશે આ એક રેટ્રો મોટરસાઈકલ હશે જેની હરિફાઈ રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 બુલેટ સાથે હશે. તેમાં 397 ccનો એન્જિન લાગેલો હશે જે 27.73 PSનો પાવર અને 30.6 ન્યૂટન મીટર ટૉર્ક હશે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબૉક્સથી સજ્જ હશે.આ બાઈકની ટૉપ સ્પીડ 130 કિમી પ્રતિ કલાક હશે અને તેમાં ABS એટલે કે એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ પણ અપાયું છે. આ બાઈકમાં 346 ccનું એન્જિન છે જે 5,250 RPM પર 19.8 bhpનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન 4,000 RPM પર 28 ન્યુટન મીટરનો ટૉર્ક જનરેટ કરે છે.