IPL-11 સિઝનની 44મી મેચમાં શનિવારે રનનો વરસાદ જોવા મળ્યો હતો. KKRએ ઈન્દોરમાં તોફાની બેટિંગ કરતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. KKR શનિવારે પહેલા બેટીંગ મળવાનો ફાયદો ઉઠાવ્યો અને 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવી દીધા. ખાસ વાત એ છેકે તેમાં એક પણ ખેલાડીએ સદી બનાવી ન હતી. KKRએ IPLનો સૌથી મોટો રન 245 બનાવ્યો. KKR તરફથી સુનિલ નરૈને 75 રન 36 બોલમાં અને કેપ્ટન દિનેશ કાર્તિકે 50 રન 23 બોલમાં બનાવ્યા હતા. ઓવરઓલ ટી-20ની વાત કરીએ તો, કેકેઆરએ કોઈપણ સેન્ચુરી વિના જ સંયુક્ત રૂપથી બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ઈનિંગમાં સદી વિના સૌથી મોટો સ્કોર શ્રીલંકાએ 2007માં કેન્યા વિરુદ્ધ ટી-20 વર્લ્ડકપમાં 260/6 બનાવ્યો હતો. આ ઈનિંગમાં સનથ જયસૂર્યા અને મહેલા જયવર્ધને ક્રમશઃ 88 અને 65 રન બનાવ્યા હતા. IPLની વાત કરીએ તો RCBની ટીમ દ્વારા અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર 263/5 બનાવવામાં આવ્યો છે. RCBની ટીમે 2016માં પણ 248 રન બનાવ્યા હતા. જ્યારે આ પછી CSKની ટીમનો નંબર આવે છે. તેણે 2010માં 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. KKRની ટીમ દ્વારા IPLની 11મી સિઝનનો આ હાઈએસ્ટ સ્કોર હતો. પંજાબ સામે 245 રન બનાવતા જ રેકોર્ડ બુકમાં તેનું નામ આવી ગયું હતું. જ્યારે દિલ્હી અને રાજસ્થાનની ટીમ ક્રમશઃ 219 અને 217 રન બનાવી શકી છે. KKRએ 10 વર્ષ પહેલા પોતાની પહેલી સિઝનમાં RCB વિરુદ્ધ 222 રન બનાવ્યા હતા. જેમાં બ્રેડન મેક્કુલમે 158 રનની ઈનિંગ રમી હતી. જે બાદ પહેલીવાર તેણે 245 રન બનાવ્યા હતા.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.