મુંબઇઃ શું તમે આઇટી પ્રોફેશનલ્સ છો અને નવી નોકરીની શોધમાં છો? જો હા, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર છે. એક દિગ્ગજ આઈટી કંપની કોગ્નિઝન્ટ ચાલુ વર્ષે એક લાખ નવા લોકોને નોકરી આપશે. જણાવી દઈએ કે, જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવકમાં 41.8 ટકાથી વધીને 51.2 કરોડ અમેરિકી ડોલર લગભગ ( 3,801.7 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. કંપનીએ બુધવારે આ અંગેની જાણકારી આપી હતી. અમેરિકા સ્થિત કંપનીએ જૂન 2020 ત્રિમાસિક ગાળામાં 36.1 કરોડ ડોલરની આવક મેળવી હતી.
કોગ્નિજેંટ નાણાકીય વર્ષ 2021 માટે આવક વૃદ્ધિ વધારીને 10.2-11.2 ટકા કરી દીધી છે. સમીક્ષાધીન ત્રિમાસિક કંપનીના રેવન્યૂ 14.6 ટકા વધીને 4.6 અબજ અમેરિકી ડોલર થઈ ગયુ છે. જે એક વર્ષ પહેલા આ સમયે ચાર અબજ અમેરિકી ડોલર હતું. આ આંકડો કંપનીના પૂર્વાનુમાનોની સરખામણીએ ખૂબ વધારે છે.
કોગ્નિજેંટના સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝના જણાવ્યા અનુસાર અમને આશા છે કે, 2021માં અમે 1 લાખ લોકોની ભરતી કરીશુ અને લગભગ 1 લાખ એસોસિએટ્સને ટ્રેન કરીશું. આ ઉપરાંત કોગ્નિજેંટને 2021માં લગભગ 30,000 નવા સ્નાતકોની શામેલ કરવા અને 2020 માટે ભારમાં નવા 45,000 સ્નાતકોને ઓફર લેટર આપવાની આશા જણાવી છે.
કોગ્નિજેંટે હાલ ભારતમાં 2 લાખ લોકોને રોજગાર આપી છે. કંપનીના સીઈ બ્રાયન હમ્ફરીઝે કહ્યુ હતું ક, બીજા ત્રિમાસિક ગાળાાં કપનીનું શાનદાર પ્રદર્શન છે. હવે કંપની પોતાની ક્ષમતાઓમાં વધારો કરીને ભાગદારી તરફ આગળ વધી રહી છે. બજારમાં ટાર્ગેટેડ રોકાણ માટે પોતાની એક્શન વધારે મજબૂત કરવા માગે છે. જેથી ગ્રાહકોની વધુમાં વધુ મદદ કરી શકે અને મોર્ડન બિઝનેસ બનાવી શકે. કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર જેન સિગ્મંડે કહ્યુ હતું કે મોટી ક્લાઈંટ ડિમાન્ડ સેવાઓને પુરી કરવાના ઉદ્દેશ્યથી કંપનીએ પોતાની રિક્રૂટીંગ ક્ષમતાઓને વધારવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે લોકોમાં રોકાણ કરવા માગે છે.