અમદાવાદ : ચાર વાર ફિફા વિશ્વ કપનો ખિતાબ જીતનારી અને 2018 વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર એવી ઇટલીની ટીમ હવે આ વર્લ્ડ કપમાં નહી જોવા મળે. વર્ષ 1958 બાદ 60 વર્ષમાં આવું પહેલીવાર થશે કે ફિફા વર્લ્ડ કપમાં ઇટલીની ટીમ નહી રમી શકે. ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લે ઓફ રાઉન્ડમાં સ્વિડન સામે 0-1 થી હારી જતા અપસેટ સર્જાયો હતો અને ફિફા વિશ્વ કપ 2018 માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
મિલાનના પોતાના ઘર આંગણે રમાયેલી મેચમાં સ્વિડન સામે થયેલી મેચમાં ઇટલી એક પણ ગોલ કરી શક્યું ન હતું અને મેચ ગોલ રહીત ડ્રોમાં પરીણમી હતી. ક્વોલિફાય મેચમાં સ્વિડન ટીમનું ડિફેન્સ ઘણું મજબુત રહ્યું હતુ. જેને કારણે ઇટલીની ટીમ એક પણવાર ગોલ કરવામાં સફળ રહી ન હતી. એટલું જ નહી પુરી મેચમાં સ્વિડનના ગોલકિપર રોબિન ઓલ્સેને માત્ર એક જ સીધી બોલનો સામનો કરવો પડ્યો હતો. પુરી મેચમાં ઇટલીની ટીમ જરા પણ આક્રમક નજર આવી ન હતી. આમ મેચ પુરી થતા પુરા સ્ટેડિયમમાં સન્નાટો છવાઇ ગયો હતો.
ઇટલીની ટીમે છેલ્લે 2006માં વિશ્વ કપ જીત્યો હતો
ઇટલી ટીમની વાત કરીએ તેણે કુલ 6 વાર ફિફા વિશ્વ કપનો ખિતાબ જીત્યા હતા. જેમાં છેલ્લે વર્ષ 2006માં ઇટલીએ ફિફા વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યાર બાદના બે વિશ્વ કપમાં ઘણું જ ખરાબ પ્રદર્શન કરતા ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઇ ગઇ હતી.
ક્વોલિફાય ન થતા ઇટલીના સ્ટાર ગોલકિપર જાનલુઇજી બુફાને સન્યાસ લીધો
વિશ્વ કપ 2018માં ઇટલીની ટીમે ક્વોલિફાય ન કરતા મોટો અપસેટ સર્જાયો હતો. જેને પગલે સ્વિડન સામે ઇટલી હારી જતાં સ્ટાર ગોલકિપર જાનલુઇજી બુફોને આંતરરાષ્ટ્રિય ફુટબોલમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઇટલી ફિફા વિશ્વ કપમાં 60 વર્ષ બાદ ક્વોલિફાય ન કરવામાં નિષ્ફળ રહ્યું હતુ.