આ શરીરને શક્તિ આપવાની સાથે-સાથે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે.. તેના રેગ્યુલર સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓ દૂર રહે છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જ સારું માનવામાં આવે છે. જાણો, નિયમિત રીતે પોતાના ખોરાકમાં દેશી ઘીનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ આપણા શરીરને કયા રોગથી બચાવવામાં મદદરૂપ થશે. શરીરમાં જો વાયુ અસંતુલિત થઇ જાય તો શરીરમાં અનેક પ્રકારના રોગ થવાની શક્યતાઓ થવા લાગે છે. દેશી ઘીને જો તમે દરરોજ પોતાના ભોજનમાં સામેલ કરો છો તો વાયુની અસરને ઘટાડી શકાય છે. દેશી ઘીના ઉપયોગથી પાચનતંત્ર ઠીક રહે છે અને પાચનશક્તિ ઠીક રહેવા પર તમે કોઇ પણ વસ્તુને કંઇ પણ સમજ્યા વિચાર્યા ખાઇ શકો છો. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે દેશી ઘીને મર્યાદિત પ્રમાણમાં ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. જે લોકો શારીરિક રીતે ખૂબ જ વધારે મહેનત કરે છે અથવા જિમ જાય છે તેમણે દેશી ઘીનું સેવન નિયમિત રીતે કરવું જોઇએ. આટલું જ નહીં, બાળકોના આહારમાં પણ દેશી ઘીને સામેલ કરવું જોઇએ.. તેનાથી તેમનું માનસિક અને શારીરિક બંને પ્રકારનો વિકાસ સારી રીતે થાય છે.
