હંગેરીના ક્રિસ્ટોફ મિલાકે વિશ્વ પ્રસિદ્ધ સ્વીમર માઇકલ ફેલપ્સનો 200 મીટર બટરફલાયનો વર્લ્ડ રેકોર્ડ તોડીને બુધવારે સનસનાટી મચાવી દીધી હતી. દક્ષિણ કોરિયામાં ચાલી રહેલી ફિના વર્લ્ડ સ્વીમિંગ ચેમ્પિયનશિપમાં મિલાકે 1:50.70નો નવો રેકોર્ડ બનાવ્યો હતો, જે ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ માઇકલ ફેલપ્સના રેકોર્ડ 1:51.51 કરતાં 23 ગણો વધુ સારો રહ્યો હતો.
New 200m butterfly WR by Kristof Milak ?? 1:50.73 ! He has just smashed one previosly owned by Michael Phelps! Amazing performance ??????? pic.twitter.com/B8YxGwM1pG
— Fina_Development_Centre_Kazan (@FinaKazan) July 24, 2019
મિલાક છેલ્લી બે સિઝનથી આ રેકોર્ડ ભણી આગળ વધતો રહ્યો છે. બુડાપેસ્ટના આ રહીશે જ્યારે તેના પોતાના શહેરમાં 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઇ ત્યારે 100 મીટરમાં જૂનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે જે પ્રદર્શન કર્યુ છે તે સ્વીમીંગ ઇતિહાસનું 11મું સૌથી ઝડપી પરફોર્મન્સ રહ્યું છે.