મુંબઇઃ ભારતની સૌથી મોટી વીમા કંપની LIC કેન્દ્ર સરકાર માટે ફરી સંકટમોચક બનીને ઉભરી આવી છે. LIC એ રેલ વિકાસ નિગમ RVNLમાં 8.72 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. RVNLમાં સરકારે 15 ટકા ભાગીદારી વેચવાની જાહેરાત કરી હતી. સ્ટોક એક્સચેન્જો દ્વારા દેવામાં આવેલી જાણકારી પ્રમાણે રેલ વિકાસ નિગમે જણાવ્યું કે, એલઆઈસીએ ખુલ્લા બજાપમાં સોદા દ્વારા તેના 18.18 કરોડ રૂપિયાના શેર ખરીદી લીધા છે. જે આ સમયે કુલ શેરોના આશરે 8.72 ટકા થવા જાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જીવન વીમા નિગમે આ મામલામાં સરકાર માટે સંકટમોચકની જેમ જોવા મળી હતી. જ્યારે કોઈ સરકારી કંપનીને ટેકાની જરૂરત હોય છે ત્યારે તે શેર ખરીદવા માટે આગળ આવે છે. તેના પહેલા ઘણી સરકારી કંપનીઓમાં એલઆઈસીની જરૂરત પડવા ઉપર ભાગીદારી ખરીદી હતી.
આ પહેલા મંગળવારે RVNLએ જાહેરાત કરી હતી કે તે ઓફર ફોર સેલ દ્વારા પોતાનો 15 ટકા ભાગ વેચશે. તેના માટે ફ્લોર પ્રાઈઝ 27.50 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યાં છે. જો કે મંગળવારની બંધ કિંમત 9.54 ટકા ઓછી હતી.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરના ત્રિમાસીકના અંત સુધી રેલ વિકાસ નિગમમાં સરકારની 87.84 ટકા ભાગીદારી હતી.
RVNLની રચના વર્ષ 2003માં રેલ મંત્રાલયના 100 ટકા સ્વામીત્વવાળા સાર્વજનિક કંપનીના રૂપમાં થઈ હતી. તેનું કામ રેલવેના મહત્વપૂર્ણ ભાહોનું નિર્માણ માટે બજેટ સિવાય સંશોધન કરવુ અને તે પ્રોજેક્ટને લાગુ કરવાનું કામ છે.